મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. હોસ્પિટલમાં તબીબો સહિતનો સ્ટાફ સતત 24 કલાક ફરજ બજાવી રહ્યાં છે. આ કોરોના વોરિયર્સ તણાવ દૂર કરવા અને હળવા થવાની સાથે કોરોના પીડિતોનો જુસ્સો વધારવા ડાન્સ અને ગીતો પણ ગાવાનું પસંદ કરે છે. તેમજ વિવિધ એક્ટિવીટી કરે છે. દરમિયાન ઉત્તરાખંડમાં એક હોસ્પિટલના એમ્બ્યુલન્સ ચાલકનો પીપીઈ કીટમાં ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે હળવાસની ક્ષણોનો અનુભવ કરાવે.
ये वीडियो उत्तराखंड के हल्द्वानी का है यहाँ सुशीला तिवारी हॉस्पिटल के पास एक बारात जा रही थी उसमें अचानक से पीपीई किट पहने एक एम्बुलेंस ड्राइवर डांस करने लगा. पहले तो सारे बारातियों में हड़कंप मच गया फिर बाद में सब में कॉन्फिडेंस आया.
pic.twitter.com/RxjCMdf3Zh — Dhruv Mishra (@dhruv_mis) April 27, 2021
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના હલ્દ્વાની શહેરમાં સુશીલા તિવારી હોસ્પિટલ પાસેથી રાતના સમયે એક જાન પસાર થતી હતી. દરમિયાન પી.પી.ઇ કીટ પહેરેલી વ્યક્તિએ અચાનક જ સરઘસમાં પ્રવેશ કર્યો હતો અને બેન્ડ બાજાના તાલ સાથે નાચવા લાગ્યો. જાનમાં પી.પી.ઇ કીટ પહેરેલી વ્યક્તિના અચાનક નાચવા લાગતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાઈ ગયું. જ્યારે કેટલાક લોકો ગભરાઈ પણ ગયા હતા. જો કે, ડાન્સ કરનારો એમ્બ્યુલન્સનો ચાલક હોવાનું માલુમ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પી.પી.ઇ કીટ પહેરીને જાનમાં ડાન્સ કરનાર વ્યક્તિ સુશીલા તિવારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર મહેશ હોવાનું જાણવા મળે છે. તે કોવિડ -19 ના દર્દીઓને હોસ્પિટલમાં લઈ ગયો હતો. મહેશ પાંડે સવારથી મોડી રાત સુધી સતત લાંબા સમયથી કોરોના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યો છે. આ સમય દરમિયાન વરઘોડો એસ.ટી.એચ.ની બહાર પસાર થતાં તે પોતાને રોકી શક્યો નહીં. મહેશે જણાવ્યું હતું કે, મારો ઈરાદો કોઈને ડરાવવાનો કે ભય ફેલાવવાનો ન હતો. માત્ર થોડી મિનિટના મનોરંજન માટે જાનમાં ડાન્સ કર્યો હતો.