જાણીતી કંપની એ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત કર્યું 400 કરોડથી વધુનું રોકાણ
અમદવાદઃ ગુજરાત રાજ્યની વરમોરા ગ્રેનીટો ઇન્ડસ્ટ્રીઝએ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ₹400 કરોડથી વધુનું રોકાણ કરીને બે અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે અને 600થી પણ વધુ નવી રોજગારીની તકો ઉભી કરી છે. આ વિસ્તરણ સાથે વરમોરા ગ્રેનીટો એશિયામાં સૌ પ્રથમ વખત ઇન્ટીગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી ધરાવતી ઇન્ડસ્ટ્રીઝ બની છે.
હાલ આ ઉદ્યોગ વિશાળ રોજગારી સાથે 100થી પણ વધુ દેશોમાં પોતાના ઉત્પાદનો નિકાસ કરે છે અને આગામી ત્રણ વર્ષમાં 125થી વધુ દેશોમાં તેની વૈશ્વિક ઉત્પાદકતાનું નિકાસ કરશે, આ સાથે ચાઇના સાથે સ્પર્ધા કરવામાં નોંધપાત્ર ઉદ્યોગ એકમ બની રહેશે.
આ વિસ્તરણની વધુ વિગતો રજૂ કરતા વરમોરા ગ્રુપના ચેરમેન ભાવેશ વરમોરા એ જણાવ્યું હતું કે વિશ્વમાં મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સાથે એશિયામાં સૌ પ્રથમ ઇન્ટીગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી આધારિત ઉદ્યોગ બનશે, જેમાં ઇનોવેટીવ 5 ફીડર ટેકનોલોજી પણ સામેલ કરવામાં આવી છે અને ભવિષ્યમાં પરંપરાગત ઇકો ફ્રેન્ડલી બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન મટીરીયલ સાથે રાજ્યના હરિયાણા અભિયાનમાં યોગદાન આપવા, ઇકો ફ્રેન્ડલી વિકલ્પો બનાવવાનું ધ્યેય છે.
વર્ષ 2024 ભારતીય ટાઇલ્સ ઉદ્યોગનું નિકાસ બજાર 60હજાર કરોડ જેટલું હતું. ગુજરાત ભારતમાં ટાઇલ્સ ઉદ્યોગનું હબ છે ત્યારે કુલ ઉત્પાદનમાં 90 થી 95 ટકા જેટલો હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે, ત્યારે આગામી વર્ષમાં નિકાસનો અંદાજ એકમાત્ર ગુજરાતમાં 60 હજાર કરોડથી પણ આગળ જશે.
#VibrantGujarat#GraniteIndustry#InvestmentInIndia#JobCreation#StoneTechnolog#MadeInIndia#ManufacturingExpansion#GlobalTrade#EcoFriendlyConstruction#TileIndustry#BusinessGrowth#IndianExports#InnovationInIndustry#GranitePlant#GujaratIndustry