Site icon Revoi.in

પાળિયાદ-રાણપુર હાઈવે પર પૂરઝડપે કાર રોડ સાઈડ ઉતરી પલટી જતાં મહિલાનું મોત,

Social Share

બોટાદઃ રાણપુરથી પાળીયાદ રોડ પર રાજપરા ગામના પાટીયા પાસે પુરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડની સાઈડ પર ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલાના પતિ એવા કારચાલકને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને પાલીસને જાણ કરાતા પોલીસ કાફલો તથા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના સુત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  મુંબઈ રહેતા રાજેશભાઈ મગનલાલ પંડ્યા અને તેમના પત્ની વિભાબેન બંને  પતિ-પત્ની પોતાના સંબધીના અવસાનની અંતિમવિધિમાં હાજરી આપવા માટે જસદણ ખાતે આવ્યા હતા. સંબધીની અંતિમવિધી પૂર્ણ કરી  બંને પતિ પત્ની જસદણથી મુંબઈ તરફ પોતાની કાર મહિન્દ્રા એક્સયુવી 700 લઈને પરત જઈ રહ્યા હતા. ત્યારે રાણપુર પાળીયાદ રોડ પર આવેલા રાજપરા ગામના પાટીયા પાસે રાજેશભાઈએ અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. કારચાલક રાજેશભાઈના પત્ની વિભાબેનનુ ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે રાજેશભાઈને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતના આ બનાવની જાણ થતાં આજુબાજુ લોકો દોડી આવ્યા હતા. અને 108એમ્બ્યુલન્સ  તેમજ પોલીસને જાણ કરવામાં આવતા 108 અને રાણપુર પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત રાજેશભાઈ પંડ્યાને તેમજ તેમના પત્ની વિભાબેનને રાણપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે વિભાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રાજેશભાઈને ઈજાઓ થતા સારવાર શરૂ આપવામાં આવી રહી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.