Site icon Revoi.in

ભચાઉ નજીક રોડ સાઈડ પાર્ક કરેલા ટ્રેકટર સાથે પૂરફાટ ઝડપે ડમ્પર અથડાતા મહિલાનું મોત

Social Share

ભચાઉઃ કચ્છમાં પૂરફાટ દોડતા વાહનોને કારણે રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ભચાઉ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. સર્વિસ રોડ સાઈડ પર પાર્ક કરેલા ટ્રેક્ટરને પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે હડફેટે લેતા ટ્રેક્ટરમાં સવાર શ્રમજીવી મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ડમ્પરચાલક ચાલક સગીર વયનો હોવાનું કહેવાય છે.

કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર બેફામ દોડતા માલવાહક વાહનોના કારણે સતત જીવલેણ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. શનિવાર સાંજે ભચાઉની ભાગોળે હોટેલ વૃદાવન તરફ જતા સર્વિસ રોડ ઉપર ઉભેલા ટ્રેક્ટરને ડમ્પર ચાલકે હડફેટે લેતા ટ્રેક્ટરમાં સવાર શ્રમજીવી મહિલાનું ઘટનાસ્થળે જ  મૃત્યુ નિપજ્યું હતુ, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જનાર ચાલક સગીર વયનો હોવાનું બહાર આવ્યું છે.

ભચાઉ પોલીસ દફ્તરે નોંધાયેલી પ્રાથમિક માહિતી મુજબ નગરના વાગડ વેકફેર હોસ્પિટલ પાછળ રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના સુતિયા ગામના 50 વર્ષીય મડી સુખરામ ડામોર નામના મહિલા નજીકના સર્વિસ રોડ પર હતા. ત્યારે ડમ્પરએ હડફેટે લેતા ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ નિપજ્યુ હતુ. હાલ સગીર વયના આરોપી ડમ્પર ચાલકને પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે., ભચાઉ અને રાપર વિસ્તારમાં પુર ગતિએ દોડતા ડમ્પરોના કારણે છાશવારે ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ નોંધાઈ રહી છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે બેફામ દોડતા વાહનો સામે તંત્ર સખત કાર્યવાહી હાથ ધરે એવી માગ ઉઠી  છે.

કચ્છમાં બીજો અકસ્માતનો બનાવ બન્યો હતો. ગાંધીધામથી સામખિયાળી સુધી હાઇવે પર પેટ્રોલપમ્પ અને હોટલ સંચાલકો દ્વારા પોતાના અંગત ફાયદા માટે ડીવાઇડર તોડી બનાવી દેવાયેલા કટ અનેક વખત જીવલેણ સાબિત થઇ ચુક્યા છે. ભચાઉ પાસે જ આવા જોખમી કટ પાસે પૂર ઝડપે જતા ટ્રેઇલર ચાલકે અચાનક કટ મારી એક્ટિવા ચાલકને અડફેટે લેતાં યુવાનનું કમકમાટી ભર્યું હોત નિપજ્યું હતુ,

આ બનાવમાં જુનાવાડા રહેતા મુકેશભાઇ મોતીભાઇ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આ ભચાઉ હાઇવે પર પૂર ઝડપે જઇ રહેલા ટ્રેઇલર ચાલકે હનુમાન મંદિર નજીક આવેલી હોટલ સામેના કટમાં અચાનક જ વાળી દેતાં આગળ જઇ રહેલો એક્ટિવા ચાલક અડફેટે આવી ગયો હતો. ગંભીર રીતે ઇજા પામેલા ભાવેશભાઇ માદેવાભાઇ આહીરનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ જીવલેણ અકસ્માત સર્જી પોતાનું વાહન મુકી નાસી ગયેલા ટ્રેઇલર ચાલક સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.