- મહિલાએ શ્વાનનું નામ સોનૂ પાડ્યું તો પાડોશીને આવ્યો ગુસ્સો
- પાડોશીએ મહિલાને જીવતી સળગાવી દીધી
સામાન્ય રીતે શ્વાનને પાળતું પ્રાણી કહેવાય છે ખાસ કરીને તેને વફાદારીનું બિરુદ મળ્યું છે, જો કે કેટલીક ઘટના એવી સામે આવે છે કે જેને સાંભળતા જ આપણું હ્દય હચમચી જાય છે, ત્યારે આવી જ એક ઘટના આપણા રાજ્યમાંથી સામે આવી રહી છે.જેમાં શ્વાનની માલકીનને પાડોશીએપોતાના જાનથી મારી નાકવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નીતા બહેન નામની એક મહિલાએ એક શ્વાન પાળ્યો હતો અને તેનું નામ રાખ્યું હતું સોનૂ. જો કે નામ તેના પાડોશીને પસંદ નહોતું, તો તેણે મહીલા પર જલનશીલ પ્રદાર્થ નાખીને તેને જીવતી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો જો કે સદનસીબે મહિલા બચી જતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છએ,આ ઘટના છે ગુજરાતના ભાવનગર જીલ્લાની.મહિલાની ઉંમર 35 વર્ષ જણાવવામાં આવી રહી છે.
વાત જાણે એમ છે કે, પાડોશી સુરાભાઈ કે જેમની પત્નીનું માન પણ સોનુ હતું, અને આ મહિલાે પોતાના સ્વાનનું નામ પણ સોનૂ રાખ્યું હતું એટલે પાડોશી ભૂરાભાઈએ આવેશમાં આવીને 35 વર્ષીય નીતા બહેનને જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો.
જ્યારે નીતા બહેન કિચનમાં કામ કરી રહ્યા હતા ત્યારે આગમાં ખરાબ રીઆ ઘટનાને 3 વ્યક્તિઓ દ્રારા અંજામ આપવામાં આવ્યો હતો.તકેરોસીન છાટીને તેમને સળગાવતાની સાથે જ નીતા બેને બૂમો પાડવાનું શરુ કર્યું જેથી આસપાસના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતાહાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યા તેમની સારવાર ચાલી રહી છે.પોલીસે મસગ્ર ઘટનાની તપાસ હાથ ઘરી છે, આ પહેલા પણ આ બન્ને પાડોશી ઓ વચ્ચે પાણીને લઈવને ઘણી માથાકૂટચ થી હોવાની ફરીયાદ પણ સામે આવી છે.