કોરોનાના કપરા સમયમાં મેન્ટલ ઇમ્યુનીટી બૂસ્ટઅપ કરતું અદ્ભૂત પુસ્તક: “જય હો ! “
~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
પુસ્તક : જય હો
લેખક : જય વસાવડા
પ્રકાશક : રિમઝીમ ક્રિએશન
ગુજરાતી ભાષાના ખૂબ પ્રિય લેખક, ચિંતક ,વિશ્વપ્રવાસી વિચારક અને વક્તા શ્રી જય વસાવડા જીની “જય હો” ની મારી પરમ આનંદપ્રદ વાંચનયાત્રાની આજે પ્રસન્નતા આપ સૌ સાથે ઉજવવી ..બુકનાં આકર્ષક કવરની વચ્ચે ખુલતા પાનાઓમાં પાને પાને ભરપૂર પોઝિટિવિટી મળશે…શબ્દે શબ્દે સકારાત્મકતા આત્મસાત થશે ! હાથની હથેળીઓમાં ખુલતી આ બુક સાથે ઘરની ગલીથી લઈ ની આખા વિશ્વનો વૈચારિકપ્રવાસ કરી રહ્યા હોવ એવું અનુભવાશે ..228 પાનાંમાં માત્ર હકારસભર અને અત્યંત રસપ્રદ વિશ્વદર્શન થશે…તમામ લેખોના અંતમાં આવતો પાવર પંચ જીવનના જીવવાના પાવરને સુપર પંચ આપશે એનું એક ઉદાહરણ અહીંયા મુકું છું..!!
◆પાવર પંચ◆
“આપણા મનનું ધાર્યું થાય તો એને હરિકૃપા સમજવી, અને એ મુજબ ન થાય તો હરિ ઈચ્છા સમજવી..!!”
~ મોરારીબાપુ
મારી આંઠેક વર્ષની અને આજીવન ચાલનારી શિક્ષણ ક્ષેત્રની યાત્રામાં મને મળેલા સૌ વ્હાલીડા વિદ્યાર્થીમિત્રોને, પ્રિય પ્રોફેસરોને, શિક્ષકમિત્રોને અને સૌ સ્વજનોને કોરોનાની આ મહામારીમાં મેન્ટલ ઇમ્યુનિટી (અને એ રીતે ફિઝિકલ) ને સુપર બુસ્ટ અપ કરતી “જય હો..!!” વાંચવા લાગણીસભર આગ્રહ કરું છું…બુક તમામ ઓનલાઇન પ્લેટફોર્મ પર અવેલેબલ છે વધુ વાંચીએ વધુ વિકસીએ મેજીક ઓફ સેલ્ફ મોટીવેશનમાં સદાય તરબતર રહીએ !
આખું પુસ્તક વાંચ્યા પછી પુસ્તકના પહેલાં જ પાને લખેલી સાંઈ મકરંદ દવે ની પંક્તિઓ તમે જીવતા હોવ એમ અનુભવાશે …
કોઈ તારું વાટશે , ને કોઈ તળિયા ચાટશે,
તું તમા ના લેશ કર, ખેલતો જા ,ટેસ કર !
~ મકરંદ દવે
એટલે જિંદગીની સુંદર રમતમાં પૂરી પોઝિટિવિટીથી પ્રેમસભર ખેલતા રહીએ અંતરને ખોલતાં રહીએ અને ટેસથી જીવીએ….સૌનું મંગલમય હો…શુભ હો…”જય હો”…!!