1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ માટે તાલીમ આપવા 33 જિલ્લાના અધિકારીઓનો વર્કશોપ યોજાયો
EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ માટે તાલીમ આપવા 33 જિલ્લાના અધિકારીઓનો વર્કશોપ યોજાયો

EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ માટે તાલીમ આપવા 33 જિલ્લાના અધિકારીઓનો વર્કશોપ યોજાયો

0
Social Share

અમદાવાદઃ લોકસભની ચૂંટણીને હવે એકાદ વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચે પણ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકીંગ અંગે તાલીમ અને માર્ગદર્શન માટે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં રાજ્યના 33  જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તેમજ  સુપરવાઈઝર્સને તાલીમ આપવામાં આવી હતી.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ એક દિવસીય વર્કશોપમાં ભારતના ચૂંટણી પંચના ઉપસચિવ ઓ.પી. સહાની તેમજ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ભારતના ચૂંટણી પંચ દ્વારા યોજાતા પ્રથમ તબક્કાના FC વર્કશોપના અગત્ય પર ભાર મૂક્યો હતો. EVMના કેટેગરી મુજબ સ્ટોરેજ, EVM વેરહાઉસની સુરક્ષા અને EVMના ટ્રાન્સ્પોર્ટેશન કે શિફ્ટિંગ સમયે અનુસરવાની થતી કાર્યપદ્ધતિનો ઉલ્લેખ કરી મુખ્ય નિર્વાચન અધિકારીએ ચૂંટણી પૂર્વે, ચૂંટણી સમયે અને મતગણતરી સમયે અનુસરવાના પ્રોટોકોલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં મુખ્ય નિર્વાચન અધિકારીએ EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ, રેન્ડમાઈઝેશન,  કમિશનિંગ અને વિતરણ સમયે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલી કાર્યપદ્ધતિનું સુચારૂ પાલન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ મતદારોમાં EVM અંગે જાગૃતિ કેળવાય તે માટે પ્રયત્નો કરવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવ્યું હતું.

EVMની ટેક્નિકલ અને વહીવટી બાબતો અંગે માર્ગદર્શન આપતાં રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જયદ્વિપ દ્વિવેદી દ્વારા EVMના મેન્યુફેક્ચરિંગ ફીચર્સ, તેની પારદર્શિતા અને તેના સંચાલનને લગતાં પાસાઓ અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ સચિવએ EVMના FLC, રેન્ડમાઈઝેશન, મૉક પોલ અને EVM મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા વહિવટી પાસાઓ અંગે તબક્કાવાર તાલીમ આપી હતી. સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારી અને EVMના સ્ટેટ લેવલ નોડલ ઓફિસર પંકજ પંચાલ દ્વારા EVMની સમગ્ર FLC પ્રક્રિયા, તેના સુપરવિઝન તેમજ તે દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને ફર્સ્ટ લેવલ ચેકિંગ ઈન્ચાર્જ સહિતના અધિકારીઓની જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભારત ઇલેકટ્રોનિક્સ લિ.ના એન્જિનિયર્સ દ્વારા EVM અને VVPAT ઉપરાંત Pre First Level Checking Unit (PFLCU) અને Symbol Loading Unit (SLU)નું નિદર્શન અને ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. સાથે જ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના નિષ્ણાંતો દ્વારા નિરાકરણ આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે લોકસભા ચૂંટણીઓ યોજાવાના સંભવિત સમયના 06 માસ પૂર્વે EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર આગામી તારીખ 03જી ઑક્ટોબરથી રાજ્યભરમાં EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.  ત્યારે EVMના FLC અંગેનો વર્કશોપ આ પ્રક્રિયાને વધુ ચોકસાઈ પૂર્ણ બનાવવામાં અને પારદર્શી, નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code