Site icon Revoi.in

દિલ્હીમાં કોરોનાના પગલે આકરા નિયંત્રણોનો પ્રારંભઃ વિકએન્ડ કર્ફ્યુ નખાયો

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં હોય તેમ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. દેશમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં વિકએન્ડ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રજાને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે કેટલીક છુટછાટ પણ આપવામાં આવ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી પરિવહન સેવા અને સ્કૂલ-કોલેજમાં એજ્યુકેશનને લઈને અગાઉ કેટલાક નિયમંત્રમો મુકવામાં આવ્યાં હતા. દરમિયાન ડીડીએમએની બેઠક મળી હતી. જેમાં દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવ્યાં હતા. તેમજ સંક્રમણ ફેલતુ અટકાવવા માટે જરૂરી પગલા અંગે પણ ચર્ચા કરવામાં આવ્યાં હતા. ડીડીએમએની બેઠકમાં ચર્ચાના અંતે વિકએન્ડમાં કર્ફ્યુ નાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ જીવન જરૂરી સેવાઓને છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમના આદેશ પણ આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં ખાનગી સંસ્થાઓ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હીની જનતાને માસ્ક અને સમાજીક અંતર સહિતની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.