- એક વર્ષ બાદ ફરી ઈટાલીમાં લોકડાઉન
- કોરોનાનો કહેર જોતા લોકડાઉન લાગૂ કરાયું
દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાનો ફેલાવો થયો તેને એક વર્ષનો સમયગાળો પૂર્ણ થવા આવ્યો ત્યારે એક વર્ષ બાદ ફરીથી કોરોનાનું ગ્રહણ જોવા મળી રહ્યું છે, વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યાકે ઈટાલીમાં પણ કોરોનાનો કહેર એચટલી હદે વધતો જોવા મળ્યો હતો કે ત્યા લોકડાઉન કરવાની ફરજ પડી છે.
દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાને પણ આ સમયે એક વર્ષનો સમય પુરો થયો છે ત્યારે ઈટાલીમાં ઉત્તરના ઘણા વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને કારણે કેસો સતત વધી રહ્યા છે,કોરોનાનું સંક્રમણ રોકવા માટે ફરી દેશમાં લોકડાઉન લાગુ કરવાની કવાયત હાથ ધરાઈ છે.
દેશના અનેક વિસ્તારોમાં ઘણી ચીજવસ્તુઓની દુકાનોને બંધ કરી દેવામાં આવી છે, આ સાથે જ તમામ લોકોની અવરજવર ઘટાડવામાં આવી છે. આ સાથે જ લોકડાઉન નિયમો એપ્રિલના આરંભ સુધી અમલીકરણમાં રહેશે.
સાહિન-