Site icon Revoi.in

જન્મ અને મૃત્યુની નોંધણી માટે હવે આધાર ઓથેન્ટિકેશનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

Social Share

દિલ્હીઃ- કેન્દ્ર સરકારે એક મહત્વનું પગલુ  ઉઠાવ્યું છે જે હેઠળ હવે જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટેઆધાર  પ્રમાણીકરણને કેન્દ્ર  સરકારે મંજૂરી આપી દીધી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ ઑફિસે આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  સરકારે જન્મ અને મૃત્યુ નોંધણી માટે આધાર પ્રમાણીકરણને મંજૂરી આપી છે. આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવા માટે સરકારે રજિસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયાના કાર્યાલયને મંજૂરી આપી દીધી છે.આમ કરવા પાછળનો કેન્દ્ર સરકારનો હેતુ જીવનને સરળ બનાવવા અને સેવાઓની શ્રેષ્ઠ પહોંચ બનાવવાનો છે,

મળતી માહિતી અનુસાર ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન જાકી કર્યું  છે અને કહ્યું છે કે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયની સાથે સાથે  હવે સેન્સસ કમિશનરે પણ આવી નોંધણી અથવા નોંધણી માટે આધાર પ્રમાણીકરણ સ્વીકારી લેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ સેવા  દ્વારા હવે ભારતીયો જીવનની સારી સ્થિતિ મેળવી શકાશે નોંધણીમાં આવતી પ્રકિયા સરળ બનશે.