ડ્રાઈવિંગ લાયસન્સ સહીતની કેટલીક આરટીઓને લગતી ઓનલાઈન સેવાનો લાભ લેવા માટે આધારકાર્ડ છે ફરજિયાત
- આ 15 સેવાનો ઓનલાઈન લાભ માટે આઘાર ફરજિયાત
- સરકાર કરશે આ નિયમોમા કેટલાક નવા ફેરફારો
દિલ્હીઃ-કેન્દ્ર દ્રારા ઓનલાઈન સેવાને લગતા કેટલાક નિયમોમાં ખાસ ફેરફાર થવા જઈ રહ્યો છે, આ સેવા લાયસન્સ અથવા વાહન સાથે જોડાયેલા કાર્યને લઈને છે, હવે પછીથી ડ્રાઈવિંગ લાયસન્સધારકો અને વાહન ચાલકોએ 16 પ્રકારના ઓનલાઈન કામ કરવા માટે આધારકાર્ડ આપવું ફરજિયાત બનશે.
ડ્રાઈવિંગ લાયસન્સ હતિના કુલ 16 ઓનલાઈન સેવામાં લર્નિંંગ લાયસન્સ, લાયસન્સ રિન્યુઅલ, એડ્રેસમાં ફેરફાર, રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ, આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાયસન્સ ઈશ્યુ કરવું, એટ્રેસની નોટિસ અને વાહનને એક માલિકથી બીજા માલિકના નામે ટ્રાન્સફર કરવા સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે આ તમામ કામો હવે આઘારકાર્ડ વગર શક્ય બનશે નહી.
વાહન પરિવહન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ વેબ પોર્ટલ દ્રારા અનેક ઓનલાઈન સેવાઓનો લાભ લેવા માંગતા દરેક નાગરિકોએ આધાર નંબરની પૃષ્ટિ કરવાની ફરજિયાત રહેશે.સરકારનું માનવું છે કે આમ નિયમ લાગૂ કરવાથઈ જે કેઈ નકલી દસ્તાવેજોનો લોકો ઉપ.ોગ કરી રહ્યા છે તેમાં ઘટાડો થશે.
કોરોના મહામારી બાદ અનેક લોકો મહત્ત્મ ઓનલાઈન સેવાનો લાભ લઈ રહ્યા છે, ટાભાગના લોકો આ જ વિકલ્પ ઉપર પસંદગી ઉતારી રહ્યા છે. બીજી બાજુ સરકાર પણ ઓનલાઈન સેવાને પ્રોત્સાહન ાપવા માટે અનેક કાર્યો પાર પાડી રહી છે,સરકારે આ મામલે જનતા પાસે પણ સૂચનો માંગ્યા છે આ સાથે જ મળતી માહિતી પ્રમાણે જે લોકો આધાર નંબરની ખરાઈ કરાવવા નથી માંગતાં તેમણે આવી સેવાઓનો લાભ ઉઠાવવા માટે વ્યક્તિગત રીતે આરટીઓ ઓફિસ પર જવાનું રહેશે
સાહિન-