Site icon Revoi.in

81.5 ભારતીયોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક થયાનો અમેરિકન ફર્મનો દાવો

Social Share

અમેરિકા સ્થિત સાઈબર સુરક્ષા ફર્મ રિસિક્યોરિટીએ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, લગભગ 81.5 કરોડ ભારતીયોની અંગત જાણતારી ડાર્ક વેબ પર લીક થઈ છે. નામ, ફોન નંબર, સરમાનુ, આધાર કાર્ડ, પાસપોર્ટની જાણકારી સહિતના ડેટા ઓનલાઈન વેચાણ માટે લીક થઈ છે. એક રિપોર્ટ અનુસાર રિસિક્યોરિટીએ એક બ્લોગપોસ્ટમાં લખ્યું છે કે, 9 ઓક્ટોબરના રોજ ‘pwn0001’ નામથી ઓળખનારે બ્રીચ ફોરમ પર એક થ્રેડ પોસ્ટ મારફતે 81.5 કરોડ ભારતીયોઓના આધાર અને પાસપોર્ટની માહિતી વેચાવાની ઓફર કરી છે. ભારતની કુલ વસતી 148.6 કરોડથી વધારે છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે, તેમના હંટર યુનિટના તપાસકર્તાઓએ ધમકી આપનારનો સંપર્ક સ્થાપિત કર્યો હતો. તેમણે જાણકારી મળી કે, તેણ સંપૂર્ણ આધાર અને ભારતીય પાસપોર્ટ ડેટાબેસને 80 હજાર ડોલરમાં વેચવની ઈચ્છા વ્યક્ત કરી હતી. દેશવાસીઓની વિગતો લીક થવાના મામલે સંજ્ઞાન લઈને સીબીઆઈ તપાસ કરી શકે છે. જોકે, ICMRએ હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ કરી નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) પાસે 81.5 કરોડ ભારતીયોની વિગતો ઉપલબ્ધ હતી. આ ડેટા લીક થયો છે. બીજી તરફ સરકારે વિવિધ સાયબર એજન્સીઓ અને મંત્રાલયોના ટોચના અધિકારીઓને આ બાબતની તપાસ કરવા માટે જરૂરી સૂચનાઓ  આપ્યાનું જાણવા મળે છે. ટા લીક કેસમાં વિદેશીઓની સંડોવણી હોવાથી સરકાર મોટી એજન્સીઓ દ્વારા તેની તપાસ કરાવવાનું વિચારી રહી છે. લીક થયેલા ડેટામાં નામ, પિતાનું નામ, ફોન નંબર, અન્ય નંબર, પાસપોર્ટ નંબર, આધાર નંબર, ઉંમર વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રથમવાર નથી બન્યું, અગાઉ જુનમાં સરકારે કો-વિન વેબસાઈટ પરથી વીવીઆઈપી સહિત રસીકરણ કરાવનાર સામાન્ય નાગરિતોની વ્યક્તિગત માહિતી કથિત રીતે ટેલીગ્રામ મેસેન્જર ચેનલના માધ્યમથી લીક થયા બાદ ડેટા ઉલ્લંઘનની તપાસ શરુ કરાઈ હતી. ડેટા ઉલ્લંઘનનો દાવો સરકારે માટે મોટો ઝટકો છે. સરકાર ડિજીટલ ઈન્ડિયા તરફ સતત આગળ વધી રહ્યું છે. દરમિયાન કરોડો નાગરિકોના ડેટા લીકનો દાવો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.