1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં અમદાવાદ સહિત 10 રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ માટે આધાર સેવા કેન્દ્રો કાર્યરત કરાશે

ગુજરાતમાં અમદાવાદ સહિત 10 રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ માટે આધાર સેવા કેન્દ્રો કાર્યરત કરાશે

0
Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં હવે અમદાવાદ સહિત 10 રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુવિધા માટે આધારકાર્ડ સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો હવે મુસાફરી દરમિયાન પણ નવું આધારકાર્ડ બનાવી શકશે અથવા તેમાં સુધારો પણ કરાવી શકશે. ભારતીય રેલવેમાં દેશના ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે હવે આ શક્ય બનશે. તેમાં રેલવે સ્ટેશનો ઉપર આધારકાર્ડથી જોડાયેલી સેવાઓ મુસાફરો મેળવી શકશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ મુસાફરોની સુવિધા માટે રેલવે સ્ટેશનો પર આધાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
પ્રથમ ચરણમાં પશ્ચિમ રેલવેનાં 6 મંડળનાં 20 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાત રાજ્યનાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર સહિત 10 રેલવે સ્ટેશનોનો સમાવેશ કરાયો છે. મુંબઇ હેડક્વાર્ટરના નિર્દેશ બાદ રેલવેના વાણિજ્ય વિભાગે આર્ડધારકા કાઉન્ટર ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ(યુઆઇડીએઆઇ) સાથે મળીને આ કાઉન્ટર રેલવે સ્ટેશનના સરક્યુલેટિંગ વિસ્તાર કે રિઝર્વેશન સેન્ટરમાં ખોલવામાં આવશે. મુસાફરો સાથે સ્ટેશને આવનાર અન્ય લોકો પણ લાભ લઇ શકે તે માટે જગ્યાની પસંદગી માટે રેલવે દ્વારા સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રેલવેના પાઈલટ પ્રોજેક્ટના ભાગ રૂપે દેશમાં પહેલું આધારકાર્ડ સેન્ટર ગુવાહાટીમાં ખોલ્યું હતું. તેની સફળતા બાદ રેલવે આખા દેશમાં ધીમે-ધીમે આ સુવિધાનો વ્યાપ વધારી રહ્યું છે. આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે રેલવે સ્ટેશને શરૂ થનારાં કાઉન્ટર ઉપર નવા આધારકાર્ડ અને આધાર અપડેટનું કામ સંપૂર્ણ નિ:શુલ્ક કરવામાં આવશે. મોબાઇલ નંબર અપડેટ અને ઘરનું સરનામું બદલવા માટે હળવી રકમ વસૂલ કરાશે, જેને સર્વત્ર આવકાર મળ્યો છે. રેલવે સ્ટેશનો ઉપર શરૂ થનારા આ આધાર કાઉન્ટરનું સંચાલન રેલવે કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવશે. તે માટે યુઆઇડીએઆઇ રેલવે કર્મચારીઓને ટ્રેનિંગ આપશે. જગ્યા પસંદગી બાદ કર્મચારીઓને ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. રતલામ મંડળનાં ત્રણ સ્ટેશનો ઉપર સંભવત: મે માસથી કાઉન્ટર શરૂ કરી દેવાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code