દિલ્હી – આમ આદમી પાર્ટી એ રાઘવ ચઢ્ઢા ને નવી જવાબદારી સોંપી છે આમ આદમી પાર્ટી એ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને નવી જવાબદારી સોંપી છે. AAPએ તેમને સાંસદ સંજય સિંહની ગેરહાજરીમાં રાજ્યસભામાં પાર્ટીના નેતા બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં સિંહ ન્યાયિક કસ્ટડીમાં છે. સાંજ સિંહની ગેરહાજરીમાં રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના નેતા બનાવવામાં આવ્યા છે.
ઉકકેકહિયા છે કે 24 જુલાઈના રોજ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મણિપુરમાં બનેલી ઘટનાને લઈને સ્પીકરની ખુરશી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હવે રાઘવ ચઢ્ઢા ને આ જવાબદારી સોંપી છે રાજ્યસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં, AAP પાર્ટીના નેતૃત્વએ કહ્યું છે કે ‘આરોગ્ય સંબંધિત મુદ્દાઓ’ ધરાવતા સંજય સિંહની ગેરહાજરીમાં રાઘવ ચઢ્ઢા હવેથી ઉપલા ગૃહમાં પાર્ટીના નેતા હશે.
રાજ્યસભા સચિવાલયના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે AAP તરફથી ચઢ્ઢાને ગૃહના નેતા તરીકે નિયુક્ત કરવા અંગેનો પત્ર મળ્યો છે. આ પત્ર અમલીકરણ માટે રાજ્યસભાના મહાસચિવ પાસે છે.