Site icon Revoi.in

દિલ્હીની જનતાને હકનું પાણી નહીં મળે તો આમ આદમી પાર્ટી સત્યાગ્રહ કરશે

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ સંકટ અંગે કહ્યું હતું કે, “જો 21 જૂન સુધીમાં દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે તો મારે 21 જૂનથી પાણી માટે સત્યાગ્રહ શરૂ કરવો પડશે.” તેમણે કહ્યું કે, “હું 21 જૂનથી દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી ઉપવાસ પર બેસીશ. જળમંત્રી આતિશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને દિલ્હીના લોકોને પાણી આપવા વિનંતી કરી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જળમંત્રી આતિશીએ કહ્યું કે, “દિલ્હીમાં પૂરતું પાણી નથી, દિલ્હીમાં કુલ પાણીનો પુરવઠો 1050 MGD છે, જેમાંથી 613 MGD હરિયાણામાંથી આવે છે. જેમાં આ જથ્થો ઘટીને 513 MGD થઈ ગયો છે. આજે દિલ્હીમાં 100 MGD પાણીની અછત છે. તેમણે પત્રકારોને કહ્યું, “દિલ્હીના લોકો ખૂબ જ નારાજ છે. અમે દિલ્હીના લોકોની આ સમસ્યાને દૂર કરવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે દિલ્હીમાં પાણીની કટોકટી છે, પરંતુ તેમ છતાં હરિયાણા સરકારે દિલ્હીને પાણી આપ્યું નથી. દિલ્હીમાં 3 કરોડ લોકો રહે છે જેમને 1050 MGD પાણી મળે છે. જો હરિયાણાએ દિલ્હીને 100 MGD પાણી આપવું પડે તો પણ તે તેના કુલ MGDના 1.5% છે. જળમંત્રીએ વધુ ઉમેરતા કહ્યું કે, “દિલ્હીના લોકોની વેદના તમામ હદ વટાવી ગઈ છે. દિલ્હીના લોકો પાણીના દરેક ટીપા માટે તરસી રહ્યા છે. 28 લાખ લોકો સુધી પાણી પહોંચી રહ્યું નથી. તેઓ કલાકો સુધી પાણીની રાહ જોઈ રહ્યા છે.”

દિલ્હીના જળમંત્રીએ મીડિયા સમક્ષ કહ્યું કે, “મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હીના લોકોને પાણી આપવા માટે નમ્ર વિનંતી કરી છે. જો 21 જૂન સુધી દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે તો પાણી માટે સત્યાગ્રહ શરૂ કરવો પડશે. હું દિલ્હીના લોકોને તેમના હકનું પાણી ન મળે ત્યાં સુધી ઉપવાસ પર બેસીશ.