Site icon Revoi.in

રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને આમ આદમી પાર્ટી આપશે સમર્થન

Social Share

દિલ્હીઃ- દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રપતિ ચૂંટણીની ચારેબાજૂ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે રાષ્ટ્રપતિ પદના વિપક્ષાના ઉમેદવાર એવા યશવંત સિન્હાના પક્ષમાં હવે આમ આદમી પાર્ટી આવીને ઊભૂ રહ્યું છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ જાહેરાત કરી  છે.

આ બાબતે તેમણે  કહ્યું કે ‘અમને દ્રૌપદી મુર્મુ માટે આદર છે. પરંતુ અમે યશવંત સિંહા જીને સમર્થન આપીશું. આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના ન તમામ 11 PAC સભ્યોની રાજકીય બાબતોની સમિતિની બેઠક CM અરવિંદ કેજરીવાલના સિવિલ લાઇન્સના નિવાસસ્થાને યોજવામાં આવી  હતી. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ સમર્થન આપું તે બાબતની ચર્ચા થઈ. આ બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, ગોપાલ રાય, આતિશી, એનડી ગુપ્તા, દુર્ગેશ પાઠક, પંકજ ગુપ્તા, રાઘવ ચઢ્ઢા, ઈમરાન હુસૈન અને રાખી બિરલાન સહિત તમામ 11 PAC સભ્યોએ હાજરી આપી હતી.અને આ નિર્ણય પર મહોર લગાવી હતી.

બીજી બાજુ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બિન-ભારતીય જનતા પાર્ટીપક્ષોના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા પોતાની ઉમેદવારી અંગે ધારાસભ્યો અને સાંસદોનું સમર્થન મેળવવા ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યા છે.જો કે અત્યાર સુધીના દાવાઓમાં જોવા મળ્યું છે કે રાષ્ટ્રપતિ પદ માટે દ્રોપદી મુર્મૂની જીત નક્કી જ છે.