- શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના નવા મેયર
- ભાજપના રેખા ગુપ્તાની મળી હાર
દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ નમેયરની જંગ છેવટે સમાપ્ત થી છે અને રાજધાનીને મેયર મળી ચૂક્યા છે,આમ આદમી પાર્ટીના શેલી ઓબેરોય દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા છે. મેયર પદની ચૂંટણીમાં શૈલી ઓબેરોયને 150 વોટ અને બીજેપી ઉમેદવાર રેખા ગુપ્તાને 116 વોટ મળ્યા હતા એટલે કે 36 વોટથી બીજેપીના ઉમેદવારને હાર મળી હતી.
જીત બાદ શૈલી ઓબેરોયે સીએમ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, કાઉન્સિલરો અને સુપ્રીમ કોર્ટ તેમજ ચીફ જસ્ટિસનો આભાર માન્યો છે. તેમણે કહ્યું, “કાલથી જ અમે કામ શરૂ કરીશું. ભાજપના કાઉન્સિલરો, સાંસદો અને એક નામાંકિત ધારાસભ્ય સહિત, કુલ સંખ્યા 113 હતી, જ્યારે તેમને 116 મત મળ્યા હતા.
દિલ્હીના મેયરને ચૂંટવાના ત્રણ નિષ્ફળ પ્રયાસો બાદ આજ રોજ બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસની બેઠકમાં આ પદ માટે મતદાન થયું હતું.આપ એ 4 ડિસેમ્બરે યોજાયેલી MCD ચૂંટણીમાં 134 વોર્ડ જીત્યા હતા, જેનાથી નાગરિક સંસ્થામાં 15 વર્ષ જૂના ભાજપના શાસનનો અંત આવ્યો હતો.