આમિર ખાન અને રણબીર કપૂર ફરી સાથે કામ કરતા જોવા મળશે,આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગ
- આમિર ખાન અને રણબીર કપૂર ફરી સાથે કામ કરશે
- આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગ
- આ પહેલા PK ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા
મુંબઈ :બોલિવૂડ એક્ટર આમિર ખાન અને રણબીર કપૂર ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર્સમાંથી એક છે. બંને સારા બોન્ડ પણ શેર કરે છે. રણબીર કપૂર અને આમિર ખાને પણ સાથે કામ કર્યું છે. રણબીરે આમિર ખાનની ફિલ્મ પીકેમાં ખાસ ભૂમિકા ભજવી હતી. હવે ફરી એકવાર બંને સાથે કામ કરવા જઈ રહ્યા છે.
બંનેને સાથે જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.ચાહકોની આ રાહ હવે પૂરી થવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો આમિર ખાન અને રણબીર કપૂર એક સાથે એક પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, આમિર ખાન અને રણબીર કપૂરે સાથે કામ કરવા માટે હા પાડી દીધી છે. બંનેને સ્ક્રિપ્ટ પણ ખૂબ પસંદ આવી છે. ઘણા વર્ષોથી બંને સાથે કામ કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ સારી સ્ક્રિપ્ટ મળી ન હતી. હવે આખરે એક સ્ક્રિપ્ટ મળી છે જે બંનેને પસંદ આવી છે અને બંને કામ કરવા માટે રાજી થઈ ગયા છે. આ ફિલ્મને આમિર ખાન પ્રોડ્યુસ કરશે.
રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ વર્ષ 2022ના બીજા ભાગમાં શરૂ થશે. આ સિવાય હજુ સુધી તમામ માહિતી જાહેર કરવામાં આવી નથી.