‘તાંડવ’ ની અસર આમિરખાનના ડ્રિમ પ્રોજેક્ટ ‘મહાભારત’ પર – આ વેબ સિરીઝ નહી બનાવવાનો લેવાયો નિર્ણય
- આમિર ખાનની મહાભારત સિરીઝ નહી બને
- તાંડવની બબાલને લઈને આમિર ખાન અને ઓટીટીએ લીધો નિર્ણય
મુંબઈ – ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ માં વ્યસ્ત આમિર ખાને તેની આ ફિલ્મ પછીની ફિલ્મ માટેનો વિષય નક્કી કરી લીધો છે અને આ સાથે તેમણે ખાતરી પણ કરી લીધી છે કે તેઓ તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે કે વેબ સીરિઝ મહાભારત પર જે બનવાની હતી તેને બંધ કરી દીધી છે
આજે સવારથી જ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાઓ ચાલી રહી છે કે અલી અબ્બાસ ઝફરની વેબ સિરીઝ ‘તાંડવ’ ને લઈને થયેલી બબાલ અને તેના પ્રસારણ કરનારા ઓટીટીના સિનિયર ઓફિસર અંગે સતત વિવાદને કારણે ઓટીટી અને આમિર ખાને આ નિર્ણય લીધો છે.
આમિર ખાનનો ‘મહાભારત’ પ્રોજેક્ટ હવે શાંત પડી ગયો છે. મીડિયા સાથે વાત કરતાં અભિનેતા સાથે સંકળાયેલા સુત્રોએ કહ્યું કે, ‘અચ્છાઈ અને બૂરાઈને જોઈને આમિર ખાને’ મહાભારત ‘નહીં બનાવવાનો નિર્ણય લીધો છે. તે કોઈ પણ માટે બિનજરૂરી વિવાદાસ્પદ હોઈ શકે છે.
વધુ મહત્ત્વની વાત એ છે કે તેમણે આ પ્રોજેક્ટ બનાવવાની યોજના જે સ્કેલ પર કરી તે વ્યાવસાયિક ધોરણે એટલું વ્યવહારુ નહોતું. તેમ જ, મહાભારત માટે તેમના કિંમતી સમયના પાંચ વર્ષોને અલગ રાખવાનો અર્થ એ છે કે તેમના હાથમાંથી ઓછામાં ઓછી ત્રણ ફીચર ફિલ્મોથી હાથ ધોવા. તેથી,તેઓ વિવાદમાં પડવા માંગતા નથી અને ‘મહાભારત’ બનાવશે નહીં.
સાહિન-