નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજ્ય સિંહને દિલ્હી આબકારી નીતિ મામલામાં ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે કહ્યું હતું કે, ભાજપાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને ફસાવવા માટે સમગ્ર કાવતરુ ઘડ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિ છે મંગૂટા રેડ્ડી, જેણે 3 વાર નિવેદન આપ્યું છે. તેમનો દીકરો રાઘવ મંગૂટાએ સાત વાર નિવેદન આપ્યું છે. 16મી સપ્ટેમ્બરના રોજ મંગૂટાની પ્રથમવાર ઈડીએ પૂછપરછ કરી હતી. તેમજ પૂછ્યું હતું કે, શું તેઓ અરવિંદ કેજરિવાલને ઓળખે છે, તેમણે સત્ય કહ્યું કે, કેજરિવાલ સાથે મુલાકાત કરી છે, પરંતુ ચેરિટેબર ટ્રસ્ટની જમીન મામલેસ, પરંતુ તમના દીકરાની ધરપકડ કરાયા બાદ પાંચ મહિના જેલમાં રાખવામાં આવ્યો હતો. જે બાદ તેમણે પોતાનું નિવેદન બદલ્યું હતું.
સંજ્ય સિંહએ જણાવ્યું કે, દિલ્હી આબકારી નીતિ મામલે મુખ્ય ચહેરો મંગૂટા રેડ્ડીની ફોટો પીએમ મોદી સાથે. 16મી જુલાઈના રોજ અમારી વિરુદ્ધમાં નિવેદન પ્યું હતું. ભાજપાના કાવતરામાં તેઓ સામેલ થયાં હતા. જે બાદ 18મી જુલાઈના રોજ જામીન મળી જાય છે. ટીડીપીએ તેમને લોકસભા ચૂંટણીની ટીકીટ આપી છે. ટીડીપી એનડીએ સાથે જોડાયેલું છે.
સંજ્યસિંહે જણાવ્યું હતું કે, અન્ય એક આરોપી શરત રેડ્ડીના 12 નિવેદન લેવાયાં છે. પહેલાના નિવેદનમાં પણ તેમણે પણ ઈન્કાર કર્યો હતો. છ મહિના જેલમાં રહ્યાં બાદ તેમને કહેવામાં આવ્યું કે નિવેદન આપો અથવા આખી જીંદગી જેલમાં વિતાવી પડશે. જેથી શરત રેડ્ડી ભાંગી પડ્યાં હતા. અંતે 25મી એપ્રિલના રોજ અરવિંદ કેજરિવાલની સામે નિવેદન આપ્યું હતું. છેલ્લા 10 નિવેદન ઈડીએ હટાવી દીધા છે. જેવુ કેજરિવાલની સામે નિવેદન આપ્યું કે તરત જ જામીન મળી ગયા હતા.
દારૂ કૌભાંડનો મુખ્ય સુત્રચ્ચાર હોવાનું ભાજપ કહેતી હતી. પછી દારૂ કૌભાંડ શરૂ થયું હતું. જે બાદ પાંચ કરોડ ભાજપા પાસે ગયા હતા અને બાદમાં વધુ નાણા ગયા હતા. કુલ 55 કરોડની લાંચ ભાજપાને આપવામાં આવી હતી. ઈલેક્ટ્રોરલ બોન્ડ મારફતે ખુલાસો થયો છે. જે દિવસે ખુલાસો થયો તે જ દિવસે સાંજે સીએમ કેજરિવાલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યાં હતા. લોકોનું ધ્યાન ભટકાવવા માટે બે કલાક બાદ કેજરિવાલની ધરપકડ કરવામાં આવી હતી.
દારૂ કૌભાંડમાં બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે જામીન ઉપર સંજ્યસિંહને મુક્ત કરાયાં હતા. જે બાદ બુધવારે સાંજના જેલમાંથી બહાર આવ્યાં હતા. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ઈડીએ તેમની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં 21મી માર્ચના રોજ ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરવામાં આવી હતી. હાલ કેજરિવાલ તિહાડ જેલમાં બંધ છે.