‘આપ’ના સાંસદ સ્વાતિ માલીવાલે આખરે મૌન તોડ્યું, વિભવ કુમાર સામે ફરિયાદ નોંધાવી
નવી દિલ્હીઃ આપના સાંસદ સ્વાતિ માલીવાલે તેમની સાથે થયેલી ગેર વર્તણૂક અંગે આખરે મૌન તોડ્યું છે અને મોડી રાતે વિભવ કુમાર સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે, વિભવ કુમારે તેમને માર માર્યો હતો. આ અંગે દિલ્હી પોલીસે વિભવ કુમાર સામે સ્ત્રી મર્યાદાને ઠેસ પહોંચાડવા સહિતની કલમ સાથે FIR નોંધી છે. સ્વાતિ માલીવાલે દિલ્હી એઇમ્સમાં મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું. નોંધનીય છે કે, આ મુદ્દે ભાજપ સતત સ્વાતિ માલીવાલને સમર્થન કરી રહ્યું છે. માલીવાલ ઉપર કથિત દુર્વ્યવહાર મામલે આપ નેતા અરવિંદ કેજરીવાલના સહયોગી વિભવકુમારને રાષ્ટ્રીય મહિલા આયોગ પણ સમન્સ મળ્યું છે. આ મુદ્દે આજે તેમની પૂછપરછ પણ કરવામાં આવશે.
દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં FIR નોંધી છે. માલીવાલ પર હુમલો કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ (PA) વિભવ કુમાર સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્યસભા સાંસદ માલીવાલ સાથેના ખરાબ વર્તન મામલે તેના પૂર્વ પતિ નવીન જયહિંદનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે AAP નેતા સંજય સિંહ પર નિશાન સાધ્યું છે. નવીન જયહિંદને સોશિયલ મીજિયા ઉપર જમાવ્યું હતું કે, સંજ્ય સિંહ સ્વાતિને હકીકતમાં બહેન માનતા હોય તો તેમના ઘરે જવાને બદલે તેમની સાથે પોલીસ સ્ટેશન જાય. અસભ્ય વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયો. નાટક કરવાની જગ્યાએ કાર્યવાહી કરવામાં આવે. જો કે, તેમના નિવેદન બાદ જ દિલ્હી પોલીસે ફરિયાદ કર્યાનું સામે આવ્યું હતું. સ્વાતિએ ફોન કરીને જણાવ્યું કે, તેમની સાથે દિલ્હી સીએમના આવાસ પર વિભવ કુમારે અયોગ્ય વર્તન કર્યું છે.