દિલ્હીમાં આપ સરસારનો નવો દાવ, હવે ગરિબ પરિવારોને સરકાર મફ્તમાં આપશે ખાંડ,લાખો લોકોને થશે ફાયદો
દિલ્હીઃ- દેશની રાજધાનીમાં આમ આદમીની સરકાર પોતાની સત્તાને કાયમ જાળવી રાખવા દિલ્હી વાસીઓને અનેક ફાયદાઓ અને લાભ આપી રહી છે ત્યારે હવે મફ્તમાં ખાંડનું વિતરણ કરવાની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે જેથી કરીને હવે દિલ્હીના 2 લાખથી પણ વધુ લોકોને મફ્તમાં ખાંડ આપવામાં આવશે.
પ્રાપ્ચત વિગત પ્રમાણે અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીના ગરીબ પરિવારોને મફત ખાંડ આપશે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટેવિતેલા દિવસના રોજ દિલ્હીવાસીઓને મફત ખાંડ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. સરકારના આ મહત્વપૂર્ણ પગલાનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીઓ ઘટાડવા અને તમામ માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
આ સહીત ઘઉં, ચોખા ઉપરાંત, જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ તમામ NFSA લાભાર્થીઓને ઉપલબ્ધ છે, દિલ્હી સરકારે મફત ખાંડ આપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકાર અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓને ખાંડ સબસિડી યોજના હેઠળ મફત ખાંડ આપશે. જાન્યુઆરી 2023 થી ડિસેમ્બર 2023 સુધીના એક વર્ષના સમયગાળા માટે AAY કાર્ડ ધારકોને ખાંડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
હાલ જે રીતે રાજ્યમાં ગરિબોની સ્થિતિ જોવા મળી રહી છએ તે જોતા દિલ્હીની સરકારે આ નિર્ણય લીધો છે. વર્તમાન આર્થિક સ્થિતિ અને મોંઘવારીથી ઉદ્ભવતા પડકારોને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકાર ગરિબોની વ્હારે આવી છે.
આ સહીત સરકારે એમ પણ કહ્યું કે તે બાબત નિશ્ચિત કરવા માટે પગલાં લીધાં છે કે કોઈને ખાદ્ય અસુરક્ષાનો સામનો કરવો ન પડે તમામ લોકો સરખુ જીવન જીવી શકે. આ પ્રયાસો હેઠળ, એપ્રિલ 2020 થી નવેમ્બર 2020 સુધી PDS લાભાર્થીઓને NFSA રાશનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને મે 2021 થી મે 2022 સુધી લંબાવવામાં આવ્યું હતું.