Site icon Revoi.in

આપ’ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને ‘મન કી બાત’ પર ટ્વીટ કરવી ભારે પડી, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને મન કી બાત પર ટ્વીટ કરવું ભારે પડ્યુ છે, ઈશુદાન ગઢવીએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100મા મન કી બાત કાર્યક્રમના ખર્ચને લઈ પહેલા ટ્વીટ કર્યું હતું. જોકે ત્યારપછી થોડા સમય બાદ જ તે ડિલિટ કરી દીધું હતું. જો કે એક નાગરિકે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટરોએ પક્ષપલટો કર્યા બાદ ધારાસભ્યોના પક્ષપલટાની વાતો ચર્ચાય રહી છે. ત્યારે પાર્ટીના નેતાઓ પણ અવાર નવાર વિવાદોમાં ફસાતા આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક FIR નોંધવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ FIRને એક નાગરિક દ્વારા મળેલી ફરિયાદ પછી નોંધી છે. ઈસુદાન ગઢવી સામે આરોપ લગાવાયો છે કે તેમણે એક ટ્વિટ કરી વડાપ્રધાન મોદીના મનની વાત કાર્યક્રમના ખર્ચને લઈ ફેક ન્યૂઝ અને ખોટી માહિતી પ્રકાશિત કરી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100મા મન કી બાત કાર્યક્રમના ખર્ચને લઈ પહેલા ટ્વીટ કર્યું હતું. જોકે ત્યાર પછી થોડા સમય બાદ જ તે ડિલિટ કરી દીધું હતું. આમાં ઈસુદાન ગઢવીએ લખ્યું હતું કે મન કી બાત કાર્યક્રમના એક એપિસોડનો ખર્ચો 8.3 કરોડ રૂપિયા છે તો 100 એપિસોડનો ખર્ચો 830 કરોડ રૂપિયા આસપાસ છે. ટેક્સની રકમ તો અહીં જ વેડફાઈ રહી છે.
ઈસુદાને ટ્વીટ કરીને એવી પણ ટિપણી કરી હતી કે,  ભાજપના કાર્યકર્તાઓએ પણ આનો વિરોધ કરવો પડશે, કારણે કે, માત્ર આ લોકો જ આ કાર્યક્રમને સાંભળે છે. ફરિયાદીએ આક્ષેપ લગાવ્યો છે કે ઈસુદાન ગઢવીએ ફેક ન્યૂઝ આપી લોકોને ભ્રમિત કર્યા છે.

ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી વિરૂદ્ધ FIR દાખલ થતા રાજકીય માહોલ ગરમાયો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ પલટવાર કર્યો હતો. સોરઠિયાએ ઈસુદાન વિરૂદ્ધ જે કાર્યવાહી થઈ એને ભાજપના સાંસદ વિરૂદ્ધ ચાલી રહેલા ધરણા સાથે જોડી લીધું હતું.

તેમણે કહ્યું કે દેશની દીકરીઓ માર્ગ પર પ્રદર્શન કરી રહી છે અને તેમની સામે પગલાં ભરવા કરતા ઈસુદાન ગઢવીના એક ટ્વીટથી હોબાળો મચી ગયો છે. ઈસુદાન વિરૂદ્ધ થઈ રહેલી કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. સોરઠિયાએ વધુમાં કહ્યું કે એમને લાગે છે અમે ડરી જઈશું પરંતુ એમ થશે નહીં.