1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આપ’ના અરમાનો અધૂરા રહ્યા, વિપુલ ચૌધરી ચૂંટણી નહી લડે, અર્બુદા સેના પણ કોઈને સમર્થન નહીં આપે
આપ’ના અરમાનો અધૂરા રહ્યા, વિપુલ ચૌધરી ચૂંટણી નહી લડે, અર્બુદા સેના પણ કોઈને સમર્થન નહીં આપે

આપ’ના અરમાનો અધૂરા રહ્યા, વિપુલ ચૌધરી ચૂંટણી નહી લડે, અર્બુદા સેના પણ કોઈને સમર્થન નહીં આપે

0
Social Share

મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રથમ તબક્કની ચૂંટણી માટે તો ફોર્મ ભરવાની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે પણ બે-ચાર બેઠકોને બાદ કરતા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. મતદારોને રિઝવવા માટે શતરંજના ચોકઠા ગોઠવવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં જ્ઞાતિ ફેકટર મહત્વનું પરિબળ ગણાય છે. ત્યારે ચૌધરી સમાજના અગ્રણી વિપુલ ચૌધરી અને તેની અર્બુદા સેના આમ આદમી પાર્ટીને સપોર્ટ કરશે. અને વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે. તેવી અટકળોનો દોર ચાલતા ભાજપ અને કોંગ્રેસ દોડતા થયા હતા. બીજીબાજુ આમ આદમી પાર્ટી પણ ગેલમાં આવી ગઈ હતી. દરમિયાન વિપુલ ચૌધરીએ ચૂંટણી નહીં લડવાની અને અર્બુદા સેનાએ કોઈપણ રાજકીય પાર્ટીને સમર્થન ન આપવાની જાહેરાત કરતા આમ આદમી પાર્ટીના અરમાનો અધુરા રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લીધે  ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ  વિરોધનો વંટોળ  ઉઠ્યો હતો. કેટલાંક નવા ચહેરાઓને લોટરી લાગી તો કેટલાં જૂના જોગીઓનું પત્તુ કપાયું. આ સ્થિતિની વચ્ચે મહેસાણામાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને લઈને અનેક અટકળો વહેતી હતી. વિપુલ ચૌધરી ક્યાંથી ચૂંટણી લડશે અને ક્યા પક્ષને સમર્થન આપશે એ મુદ્દો ચર્ચાની એરણે હતો. ત્યારે હવે આ વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.  અર્બુદા સેનાના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવી માહિતી છે, અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરશે. કોઈપણ રાજકિય પ્રવૃત્તિમાં હાલ નહીં જોડાય. અને કોઈપણ રાજકીય નિર્ણય નહીં કરે. ચૂંટણીમાં જાતિગત સમીકરણોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. અર્બુદા સેના આ વખતની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષનું સમર્થન નહીં કરે. જોકે, હજુ  આ અંગેની સત્તાવાર જાહેરાત બાકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક દિવસોથી વિપુલ ચૌધરી આપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. વિપુલ ચૌધરી હાલ 800 કરોડના કૌભાંડના મામલે જેલમાં છે. પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાઈને જેલમાંથી વિસનગર બેઠક પરની ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઈ હતી. જેના પર હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે. જોકે, આખરે આ મુદ્દા ઉપર હવે પૂર્ણ વિરામ મુકાઈ ચુક્યું છે. ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં ચૌધરી સમાજના મત ભાજપને અસર કરી જાય તેમ છે. તેથી આ મુદ્દો ભારે ચર્ચામાં હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code