Site icon Revoi.in

સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય બદલાતા અંબાજી મંદિરમાં હવે સવાર-બપોર અને સાંજે આરતી થશે

Social Share

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં હાલ ઉનાળાની ગરમીમાં પણ અનેક યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. ઉનાળામાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થયો છે, દિવસ પણ લાંબો થયો છે. ત્યારે હવે અંબાજી માતાજીની આરતી સવાર-બપોર અને સાંજ એમ ત્રણ વખત કરાશે,

 યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. અંબાજી મંદિરમાં આજથી ત્રણ સમય આરતી થશે. આજે તારીખ 3 મે મંગળવારના અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. બપોરની આરતી વધારાની કરવામાં આવશે. જેની ભાવિક ભક્તોને માતાજીની આરતીનો લાભ લઈ શકે. યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.

અંબાજી મંદિરના વહિવટદારના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ યાત્રિકોની સગવડતા ખાતર નીજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલુ જ નહિ, અંબાજી મંદિરમાં સમયચક્રમ પ્રમાણે સવાર-સાંજ બે સમય આરતી થતી હતી, હવે આજે તારીખ 3 મે મંગળવારના અખાત્રીજથી આરતી ત્રણ સમય કરવામાં આવશે. જેમા બપોરની આરતી વધારાની કરવામાં આવશે. માનવામાં આવે છે કે, હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમિયાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોય છે. જેથી આરતી પણ ત્રણ સમય કરવામાં આવશે. જેમાં સવારે આરતી 7.00 થી 7.30 કલાકે, સવારે દર્શન 7.30 થી 10.45 કલાકે, બપોરે આરતી 12.30 થી 1.00 કલાકે, બપોરે દર્શન 1.00 થી 4.30 કલાકે, સાંજે આરતી 7.00 થી 7.30 સુધી અને સાંજે દર્શન 7.30 થી રાત્રિના 9.00 સુધી ખુલ્લા રહેશે

એપ્રિલ માસ સુધી અંબાજી મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ. તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજીની બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પ્રોઢ અવસ્થાના દર્શન કરી શકશે તેમ મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગ ઠાકરે જણાવ્યુ હતુ.