Site icon Revoi.in

આત્મનિર્ભર ભારતઃ ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગનનું નિર્માણ

Social Share

અમદાવાદ: સિવિલ મેડિસીટીમાં કાર્યરત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI) ના ડૉક્ટરે, બે એન્જિનયર્સની મદદથી ઇન્ટેલિજન્સ બાયોપ્સી ગન બનાવી છે. આ અનોખા ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે. જે આગામી ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે.

શહેરના એક ડૉક્ટરે બે એન્જિનિયરો સાથે મળીને સેન્સર સાથેનું એક સ્વયં સંચાલિત ઉપકરણ વિકસાવ્યું છે. આ ઉપકરણને ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન નામ આપવામાં આવ્યું છે. ટીમ દ્વારા આ પ્રકારનું ઉપકરણ જે બાયોપ્સી માટે આપમેળે કામ કરે છે તે વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

બાયોપ્સી ગન કેવી રીતે ઉપયોગી થશે?

  1. આ બાયોપ્સી ગનની મદદથી બોનમેરો અને બાયોપ્સી માટે ટિશ્યુ લેવાની પધ્ધતિ વધુ સરળ બનશે.
  2. અસ્થિ બાયોપ્સી અને બોનમેરો ટીશ્યુ લેવાનું સરળ બનાવશે.
  3. બાયોપ્સી માટે હાડકામાંથી પેશી લેવી સામાન્ય રીતે પીડાદાયક હોય છે, ત્યારે ટીમે જે એક જ વારમાં તપાસ માટે હાડકામાંથી શ્રેષ્ઠ પેશી કાઢવામાં સક્ષમ હશે અને પેશીઓનું બાયોપ્સી કરવાની મંજૂરી આપશે. જેથી ફરીથી પરીક્ષણ કરવાની જરૂર રહેશે નહીં.
  4. સેન્સરની હાજરીને કારણે ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન ઓટોમેટિક સ્તરે કામ કરશે.
  5. ઉપકરણની મદદથી હાડકામાં કેટલું ઊંડું અને કયા દબાણ સાથે જવું છે તે પણ જાણી શકાશે.
  6. એક જ વારમાં બાયોપ્સી માટે યોગ્ય પેશી પણ ઉપલબ્ધ થશે.
  7. અસ્થિની મધ્યમાં અસ્થિ મજ્જાપેશીને લાવવામાં પણ સંપૂર્ણપણે સફળ થશે જે છે, જેથી દર્દીઓને ઓછી તકલીફ થશે અને રિકવરી ઝડપથી થશે.
  8. નસ વગેરે કાપવાનું જોખમ પણ ઓછું રહેશે.

આપમેળે કામ કરે છે બાયોપ્સી ગન

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IIT રામ), અમદાવાદના એન્જિનિયર ડૉ.રાઘવેન્દ્ર ભાલેરાવ અને ડૉ. કૃપાશાહને મળીને દર્દીઓના હાડકાની બાયોપ્સીની સમસ્યાના સંભવિત ઉકેલ વિશે ડિવાઇસ વિકસાવવા રજુઆત કરી હતી. જેના પરિણામે ડો. ભાલેરાવ અને ડો. શાહ (બંને એન્જીનીયરો) સાથે મળીને ત્રણ મહિનામાં એક ઉપકરણ તૈયાર કર્યું છે, જે બોન બાયોપ્સી અને બોનમેરો ટીસ્યુ મેળવવામાં સંપૂર્ણ રીતે સફળ છે.

ડૉક્ટરે દાવો કર્યો છે કે, અત્યાર સુધી દુનિયામાં ક્યાંય પણ આવું કોઈ ઉપકરણ નથી. સેન્સર વિનાના મશીનો હાલમાં કાર્યરત હોવા છતાં, સેન્સરવાળા ઉપકરણો ક્યાંય જોવા મળતા નથી. સોયના આગળના ભાગમાં સેન્સરની હાજરીને કારણે ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન ઓટોમેટિક સ્તરે કામ કરશે.