પેટની આસપાસ જમેલી ચરબી મુશ્કેવી લધારે શકે છે, સફેદ બ્રેડ સાથે આ વસ્તુઓથી દૂર રહો
પેટ પાસે ચરબી જમા થવાનું એક મુખ્ય કારણ લીવરમાં ચરબીનું સંચય છે. આ એક ગંભીર બીમારી છે જેને નોન-આલ્કોહોલિક ફેટી લીવર તરીકે ઓળખવામાં આવે છે. આનો ખતરો મોટાપો અને ડાયાબિટીસથી પીડિત લોકોમાં સૌથી વધારે હોય છે. સામાન્ય રીતે ફેટી લીવરના શરૂઆતના લક્ષણો દેખાતા નથી. તમારા ખોરાકમાં આ વસ્તુઓને દૂર કરો.
દારૂ
આલ્કોહોલ ખાલી લીવર માટે જ નહીં પણ પૂરા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવામાં, તેનું સેવન કરવાનું ટાળવું જરૂરી છે. ફેટી લિવરના દર્દી હોય તો થોડી માત્રામાં પણ આલ્કોહોલ ઝેર સાબિત થઈ શકે છે.
ખાંડ
ફેટી લીવરના દર્દીઓ માટે કેન્ડી, કૂકીઝ, સોડા અને ફળોનો રસ જેવા શુગરયુક્ત ખોરાકને ટાળવા ખૂબ જરૂરી છે. કેમ કે હાઈ બ્લડ શુગર લીવરમાં ચરબીનું પ્રમાણ વધારે છે.
મીઠું
વધુ પડતું મીઠું ખાવાથી NAFLD નું જોખમ વધી શકે છે. હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા લોકોએ દરરોજ 1,500 મિલિગ્રામથી વધુ મીઠું ના લેવું જોઈએ.
સફેદ બ્રેડ
વ્હાઈટ ગ્રેનને સામાન્ય રીતે વધારે પ્રોસેસ્ડ કરવામાં આવે છે. આવામાં તેમાંથી બનેલી ખાદ્ય વસ્તુઓમાં ફાઇબર ઓછું હોય છે અને તેને ખાધા પછી બોડીમાં શુગરનું લેવલ વધી શકે છે. આવામાં, ફેટી લીવરના દર્દીઓએ સફેદ બ્રેડ, ભાત અને પાસ્તા જેવા ખોરાક ના ખાવા જોઈએ.
લાલ માંસ
એનસીબીઆઈમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ સેચ્યુરેટેડ ફેટનું વધુ પડતું સેવન કરવાથી લીવર સહિત બધા અંગોમાં ફએટ વધે છે. ગૌમાસ, સૂઅરનું માંસ અને ડેલી મીટમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે.