વડોદરામાં મુશ્કેલીમાં મુકાયેલી લગભગ 91 હજાર મહિલાઓને ‘અભયમ’એ મુશ્કેલીમાંથી બહાર કાઢી
અમદાવાદઃ વડોદરામાં વર્ષ 2021 દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલી 91 હજાર જેટલી મહિલાઓએ 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇન પાસે મદદ માગી હતી. જે પૈકી 75 હજાર જેટલા કેસો તો ગંભીર પ્રકારના હતાં. જેમાં સમયસર સ્થળ ઉપર પહોંચીને મહિલાઓને મદદ કરવામાં આવી હતી.
અભયમ,વડોદરાના પ્રવક્તાએ જણાવ્યું કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન છેલ્લા છ વર્ષ થી મહિલાઓને જરૂરિયાત ના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવાની અગત્યની કામગીરી કરી રહી છે. આ સેવાનું જીવીકે ઇ એમ આર આઇ દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલના આધારે વડોદરા સહિત રાજ્યમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે.
તાલીમબધ્ધ કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાઓના પ્રશ્નોને અસરકારકતા સાથે હલ કરવામાં આવે છે અને ઘરેલુ હિંસામાંથી ઉગારવાની સાથે ગૌણ પારિવારિક તકરારોમા સમાધાન કરાવવામાં આવે છે. વર્ષ 2021 દરમિયાન વડોદરા શહેર અને જિલ્લામાં થી કુલ 91 હજાર જેટલી મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ માર્ગદર્શન અને બચાવ માટે આલબેલ પોકારી હતી. જેમાંથી ખુબ જ ગંભીર પ્રકાર ના 75 હજાર જેટલા બનાવોમાં મુશ્કેલીગ્રસ્ત મહિલાના સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ દ્વારા મદદ પહોચાડવામાં આવી છે.