Site icon Revoi.in

જ્ઞાનવાપી કેસના મસ્જિદ પક્ષના વકીલ અભયનાથ યાદવનુ હાર્ટએટેકના કારણે નિધન

Social Share

દિલ્હીઃ-  દેશભરમાં જ્ઞાનવાપી કેસ ખૂબ ચર્ચિત છે ત્યારે હવે આ કેસને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે એ કેસમાં જે મુસ્લિમપક્ષના વકિલ હતા જેઓ આ કેસ લડી રહ્યા હતા તેમનું નિધન થયું છે.

જ્ઞાનવાપી કેસમાં અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટિનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ એવા અભય નાથ યાદવના નિધનનું કારણે  હાર્ટ એટેક સામે આવ્યું  છે. જાણકારી અનુસાર તેમને રવિવારે વારાણસીના મકબૂલ આલમ રોડ પરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં આજે સવારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ મામલે બનારસ બાર એસોસિએશનના વરિષ્ઠ વકીલ નિત્યાનંદ રાયે આપેલી જાણકારી પ્રમાણે રવિવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ તેમને મોટો હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક બાદ તેમને ત્રિમૂર્તિ હોસ્પિટલમાં  તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ પણ પરિવારને આ બાબતે વિશ્વાસ ન આવતા મકબૂલ આલમ રોડ પરની બીજી હોસ્પિટલમાં લઈ ગયો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 

કહેવામાં આવી રહ્યું છે કે અભયનાથ યાદવ રવિવારે સવારથી જ બેચેની અનુભવતા હતા.પહેલા તો ગેસના કારણે સમસ્યા થી હોવાનું માનવામાં આવ્યું હતું , પરંતુ જ્યારે રાત્રે તેમની તકલીફ વધી ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયા નહીં જો તમના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પરિવારમાં પત્ની, પુત્ર અને બે પુત્રી છે.