Site icon Revoi.in

 ‘અભી તો સુરજ ઉગા હે’ – નવા વર્ષના આરંભે દેશના વડા પ્રધાન એ લખી કવિતા 

Social Share

દિલ્હીઃ-વર્ષ 2020 એ વિદાય લીધી અને છેવટે નવો વર્ષ 2021ની નવી સવાર ઉગી, અને લોકો આ નવા વર્ષ વિશે ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે છેલ્લું વર્ષ ખૂબ જ દર્દનાક અને પીડાદાયક રહ્યું છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓના નામે એક કવિતા પણ લખી છે અને આ કવિતા તેમણે ટ્વિટર પર શેર કરી છે.

પીએમ મોદીએ આ કવિતાનું શીર્ષક ‘અભી તો સૂરજ ઉગા હૈ’ આપ્યું છે અને લોકોને નવી આશા આપી છે કે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા પછી દરેકના જીવનમાં નવો પ્રકાશ આવે છે. જો કે વિશ્વના લોકો હજી પણ કોરોના વાયરસની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, પરંતુ તે છત્તાં નવા વર્ષને લઈને લોકોને ઘણી અપેક્ષાઓ છે.

વડા પ્રધાન મોદીની આ કવિતા @mygovindia ના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. વડા પ્રધાન મોદીએ આ કવિતાની લાઇનો લખવાની સાથે કવિતાને પોતાનો અવાજ આપ્યો છે. આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓના નામ ટ્વિટ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

વડા પ્રધાને ટ્વિટ કરીને લખ્યું છે કે તમને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છા. આ વર્ષ આપણા માટે સારું આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ લાવે. તેમણે વધુમાં લખ્યું છે કે આશા અને કલ્યાણની ભાવના પ્રબળ થવી જોઈએ.

સાહિન-