Site icon Revoi.in

ભારતીય માછીમારોની 1100 જેટલી બોટ પાકિસ્તાનની કસ્ટડીમાં !

Social Share

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ માર્ગો જોડાયેલો છે. દરમિયાન પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ભારતીય દરિયામાં પ્રવેશીને માછીમારી કરતા માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં બંધ ભારતીય માછીને ભારત સરકાર મુક્ત કરાવે છે. પરંતુ પાકિસ્તાનમાં ભારતીય માછીમારોની અનેક બોટો પડી છે. હાલ પાકિસ્તાનમાં લગભગ 1100 જેટલી ભારતીય બોટો છે. આ બોટોને મુક્ત કરાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનમાં પડેલી ભારતીય બોટો પૈકી સૌથી વધારે ગુજરાતના માછીમારોની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત 1600 કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે. તેમજ ગુજરાત પાકિસ્તાન સાથે જમીનની સાથે જળસાથે સંકળાયેલો હોવાથી માછીમારો મોટી સંખ્યામાં માછીમારી કરવા જાય છે. બીજી તરફ પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ચાંચિયાગીરી કરીને ભારતીય સીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરે છે. હાલ સૌરાષ્ટ્રના 250થી વધુ માછીમારો અને અબજો રૂપિયાની 1100 જેટલી બોટ પાકિસ્તાનના કબ્જામાં હોવાનું જાણવા મળે છે. ભારતીય માછીમારોની જપ્ત કરાયેલી બોટ મુક્ત નહીં કરવામાં આવતા બોટમાલિકોની હાલત કફોડી બની છે. જેથી વહેલી તકે પાકિસ્તાનમાં રહેલી બોટો મુકિત થાય તેવી સરકાર પાસે માછીમારો માંગ કરી રહ્યા છે.