Site icon Revoi.in

દેશમાં એક વર્ષમાં 13 લાખ જેટલા વાહનો રિકોલ કરાયાં, 8,64,557 દ્વિચક્રી વાહનનો સમાવેશ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાછલા નાણાકીય વર્ષ 2021-22માં ટેકનિક ખામી અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખતા લગભગ 13 લાખ જેટલા વાહનો રિકોલ કર્યાં છે. છેલ્લા કેટલાય સમયથી સરકાર વાહનોની સુરક્ષાની દ્રષ્ટિએ મોટા પરિવર્તન કરી રહી છે. જેમાં NCAP ક્રેશ ટેસ્ટ રેટિંગ પોઈન્ટથી ફરજિયાત 6 એરબેગ સહિત કેટલાય ફેરફાર કર્યા છે.

(નીતિન ગડકરી)

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, પાછલા નાણાકીય વર્ષ 2021-22માં ટેકનિક ખામી અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખતા લગભગ 13 લાખ જેટલા વાહનો રિકોલ કરવામાં આવ્યા છે.

વાહન વાપસીની આ સંખ્યા છેલ્લા 3 વર્ષમાં સૌથી વધારે છે. આમ સરકાર કોઈ પણ રીતે સેફ્ટી સ્ટાંડર્ડ્સને લઈને સમાધાન કરવાના પક્ષમાં નથી. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2019-20માં લગભગ 2.14 લાખ વાહન રિકોલ કર્યા હતા, જ્યારે 2020-21માં આ આંકડો 3.39 લાખ થઈ ગયા છે. 2021-22માં સૌથી વધારે 13 લાખથી વધારે વાહનો રિકોલ કરવામાં આવ્યા છે. જેમાં 8,64,557 દ્વિચક્રી વાહન અને 4,67,311 પેસેન્જર કારોને કંપનીઓએ રિકોલ કર્યા છે. ચાલૂ નાાણાકીય વર્ષ 2022-23ની તો 15 જૂલાઈ સુધી 1,60,025 દ્વિચક્રી અને 25,142 પેસેન્જર કાર પાછી ખેંચવામાં આવી ચુકી છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, જિનેવાના વર્લ્ડ રોડ સ્ટેટસ્ટિક્સ અનુસાર, 2020માં ભારતમાં 1.5 લાખ રોડ અકસ્માત થાય છે. 27 દેશોમાં એક વર્ષ દરમિયાન નોંધાતા કુલ કેસના 26.37 ટકા છે. તો વળી આ જ વર્ષમાં કાર, ટેક્સીઓ અને નાના વાહનોથી જોડાયેલા કુલ 69,986 કુલ ઘટનાઓ નોંધાઈ છે.

(Photo-File)