Site icon Revoi.in

હોંગકોંગમાં આ કારણથી લગભગ 2000 જેટલા ઉંદરને મારી નાખવામાં આવશે

Social Share

દિલ્હી: કોરોનાવાયરસની મહામારી હવે એવી બની ગઈ છે કે માણસોમાં તો તે જોવા મળે જ છે પરંતુ પ્રાણીમાં પણ તે જોવા મળે છે. હવે વાત એવી છે કે હોંગકોંગમાં લગભગ 2000 જેટલા પાલતું ઉંદર કોરોના પોઝિટિવ આવતા હવે ત્યાંની સરકારે તે તમામ ઉંદરને મારી નાખવાનો નિર્ણય લીધો છે.

વહીવટીતંત્રે કહ્યું કે પાલતુ સ્ટોરમાં ઘણા હેમ્સ્ટર કોવિડ-19થી સંક્રમિત હોવાનું જણાયું હતું કારણ કે ત્યાં એક કોરોના વાયરસથી સંક્રમિત કર્મચારી કામ કરી રહ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે આ મંચિંગ પ્રજાતિની આયાત અને નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

સોમવારે પાલતુ સ્ટોરના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. આ પછી ઘણા હેમ્સ્ટર પણ સંક્રમિત જોવા મળ્યા. જો કે, વહીવટીતંત્રે એમ પણ કહ્યું કે જીવોમાંથી મનુષ્યોમાં કોરોના ફેલાવવાના કોઈ ‘પુરાવા’ મળ્યા નથી. પરંતુ સાવચેતીના પગલા તરીકે, અસરગ્રસ્ત સ્ટોર્સમાંથી 7 જાન્યુઆરી પછી ખરીદેલા તમામ હેમ્સ્ટરને ફરજિયાતપણે મારી નાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હવે હોંગકોંગના લોકોએ તેમના ઉંદરને વહીવટીતંત્રને સોંપવા પડશે. તમામ સ્ટોર્સને હેમ્સ્ટરનું (ઉંદર) ખરીદ અને વેચાણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 22 ડિસેમ્બરથી પેટ સ્ટોર્સમાંથી હેમ્સ્ટર ખરીદનારાઓએ પણ કોવિડ-19 માટે ફરજિયાતપણે ટેસ્ટ કરાવવો પડશે અને આ લોકોને રિપોર્ટ આવે ત્યાં સુધી જાહેરમાં ન આવવા અપીલ કરવામાં આવી છે. અગાઉ, હોંગકોંગ પોલીસે કોવિડ -19 સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બે ભૂતપૂર્વ ક્રૂ સભ્યોની ધરપકડ કરી હતી.