Site icon Revoi.in

દિલ્હી જેવા મહાનગરોના કુલ કેસમાંથી 75 ટકા કેસ ઓમિક્રોનનાઃ’-કોવિડ ટાસ્ક ફોર્સ ચીફ એન.કે અરોરા

Social Share

દેશમાં ત્રી લહેર આવી ચૂકી છે- ડો એન.કે અરોરા

દિલ્હીઃ- દેશભરમાં જ્યા ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે ત્યા કોરોનાના કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે હવે આવી વધતા કેસોની સ્થિતિ વચ્ચે કોવિડ ટાસ્કફોર્સના ચીફ એનકે અરોરાએ પોતે જણાવ્યું છે કે છે કે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી રહી નથી પરંતુ આવી ચૂકી છે. ઇમ્યુનાઇઝેશન પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના ચેરમેન અરોરાએ એમ પણ કહ્યું કે ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મોટા શહેરોમાથી  સામે આવી રહ્યા છે.

આ મામલે મીડિયા સાથે વાતચીતમાં ડૉ એન કે અરોરાએ કહ્યું કે મુંબઈ, દિલ્હી અને કોલકાતા જેવા મોટા શહેરોમાં ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટના 75 ટકા કેસ નોંધાઈ રહ્યા છે. આ વેરિઅન્ટ સૌપ્રથમ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું.

કોરોનાના વધતા પ્રકોપને લઈને ડૉ. એન.કે. અરોરાએ કહ્યું, ‘જીનોમના તમામ પ્રકારો  અનુસારડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આપણા દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો. તેથી, ગયા અઠવાડિયે, રાષ્ટ્રીય સ્તરે ઓળખાયેલા વેરિયન્ટ્સમાંથી 12 ટકા ઓમિક્રોનના હતા અને હવે તે 28 ટકા પર પહોંચી ચૂક્યા  છે. આ વેરિએન્ટ દેશમાં ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. એ પણ મહત્વનું છે કે મુંબઈ, કોલકાતા અને ખાસ કરીને દિલ્હી જેવા મોટા શહેરો ઓમિક્રોનના કેસો કુલ કોરોનાના કેસોમાં 75 ટકા હિસ્સો ધરાવે છે.

ડૉ.એન.કે. અરોરાએ કહ્યું કે ત્રીજી લહેર આવી ગઈ છે. તેમણે કહ્યું, ‘ભારતમાં સ્પષ્ટપણે ત્રીજી લહેર ચાલી રહી છે અને આ સમગ્ર કોરોનાની લહેર કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે આવી છે.’ ડૉ. અરોરાએ કહ્યું કે છેલ્લા ચાર-પાંચ દિવસમાં કોરોનાના કેસમાં થયેલો વધારો તેની સાક્ષી આપે છે.