Site icon Revoi.in

ડ્રોનને ઉડાવવા માટે લગભગ 80 ટકા એરસ્પેસ ઉપલબ્ધઃ જનરલ વી.કે.સિંઘ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં ખાનગીં કંપનીઓ દ્વારા ડ્રોન ઉત્પાદનના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રોનને ઉડાવવા માટે લગભગ 80 ટકા એરસ્પેસ ઉપલબ્ધ હોવાનું કેન્દ્રીય મંત્રી વી.કે.સિંઘએ જણાવ્યું હતું.

નવી દિલ્હીમાં FICCI દ્વારા ભારતને વૈશ્વિક ડ્રોન હબ બનાવવા અંગેના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંઘ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વી. કે. સિંઘે કહ્યું છે કે ડ્રોન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ડ્રોન નીતિને વધુ ઉદાર બનાવી છે.

તેમણે કહ્યું કે, હવે ડ્રોન ઉડાવવા માટે લગભગ 80 ટકા એરસ્પેસ ઉપલબ્ધ છે. ખાનગી કંપનીઓ દ્વારા ડ્રોન ઉત્પાદનના વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારે – PLI સ્કીમ પણ શરુ કરી છે. જનરલ સિંઘે દેશને ડ્રોનનું વૈશ્વિક હબ બનાવવા ગુણવત્તાના ધોરણો, નવીનતા અને વધુ સંશોધન અને વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.