તમારા કામની વાતઃ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની આજે છે છેલ્લી તારીખ છે, નહી તો લાગશે આટલો દંડ
આજે 31 જુલાઈ એટલે કે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે જો કે તમને આ પછી પણ એક તક આપવામાં આવે છે પરંતુ તેના માટે તમારે દંડની રકમ પણ ભરવા પાત્ર બને છએ,જાણકારી પ્રમાણે નાણાકીય વર્ષ 2022-23 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 છે. જો તમે આ દિવસે પણ ITR ફાઇલ કરવાનું ચૂકી જાઓ છો, તો તમે દંડ સાથે 31 ડિસેમ્બર, 2023 સુધી વિલંબિત રિટર્ન ફાઇલ કરી શકો છો
નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઇલ કરવાની મૂળ સમયમર્યાદાના અંત પછી વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની તક છે.આજે એચલે કે જો તમે 31 જુલાઈ 2023 સુધીમાં તમારું ITR ફાઈલ નહીં કરો, તો તમને આ કાર્ય પૂર્ણ કરવાની તક તો મળે છે પરંતુ વધુ પૈસા તમારે ખર્ચવા પડશે.
આવકવેરા અધિનિયમની કલમ 139(1) હેઠળ કોઈપણ આકારણી વર્ષ માટે નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન ન ફાઈલ કરવા માટે કલમ 234F હેઠળ દંડ સાથે વિલંબિત રિટર્ન ફાઈલ કરવાનો અવકાશ ઘરાવે છે.
જો સમય બાદ રિટર્ન ભવાના દંડની વાત કરીએ તો જો આવકવેરા ભરનારની કુલ આવક 5 લાખથી વધુ ન હોય તો તેણે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો આવક 5 લાખથી વધુ હોય તો 5,000 રૂપિયાનો દંડ થશે. જો આવક મુક્તિ મર્યાદા (2.50 લાખ) કરતાં ઓછી છે, તો કોઈ દંડ લાગતો નથી.
રિટર્ન ફાઈલ ન કરવા બદલ દંડની ગણતરી નિયત તારીખ પછીની તારીખથી એટલે કે જુલાઈ 31, 2023 થી શરૂ થાય છે. તેથી, ITR ફાઈલ કરવામાં જેટલો વિલંબ થશે, તેટલો વધારે દંડ. દંડની સાથે વ્યાજ પણ વસૂલવામાં આવશે. જો તમે નિયત તારીખે અથવા તે પહેલાં રિટર્ન ફાઈલ કરશો નહીં, તો આવકવેરા કાયદાની કલમ 234A હેઠળ બાકી ટેક્સ પર દર મહિને અથવા મહિનાના ભાગ માટે એક ટકાના દરે વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે. જો ટેક્સ ન ભર્યો હોય તો ITR ફાઇલ કરી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે 30 જુલાઈ 2023 સુધીમાં 6 કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. માત્ર રવિવારે સાંજે 6.30 વાગ્યા સુધી 26.76 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.ITR ફાઇલ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે આ વખતે નવી ટેક્સ વ્યવસ્થા ડિફોલ્ટમાં રાખવામાં આવી છે. જો તમે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ITR ફાઇલ કરવા માંગો છો, તો તમારે તેને જાતે કન્વર્ટ કરવું પડશે. નવી કર વ્યવસ્થામાં કર મુક્તિ મેળવવા માટે ખૂબ જ મર્યાદિત વિકલ્પો જોવા મળે છે.
tags:
Tax Return