જમ્મુ-કાશ્મીર માટે આતંકીઓની ભરતી કરનાર અબુ ઉસ્માન આતંકવાદી જાહેર
- અબુ ઉસ્માન આતંકવાદી જાહેર
- જમ્મુ અને કાશ્મીર માટે આતંકીઓની કરતો હતી ભરતી
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં પાકિસ્તાન સહિત આતંકવાદની નજર હંમેશા હોય છે અહીની શાંતિને સતત ભંગ કરવાના પ્રયોસો કરવામાં આવે છે જો કે દેશની સેના અને પોલીસ દળ સાથએ મળીને અહી આતંકીઓને ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરતી રહેતી હોય છે ત્યારે હવે આજ શ્રેણીમાં જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને પ્રોત્સાહન આપકતો અને આતંકમાં સ્થાનિકોની ભરતી કરતો અબુ ઉસ્માનને આતંકી જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આવનારી 26 જાન્યુઆરીને લઈને સેના સતર્ક બની છે કેન્દ્ર સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાં નાગરિકોની સુરક્ષા માટે 1800 અર્ધલશ્કરી દળના જવાનોને ઉતારવા જઈ રહી છે, ત્યારે હવે ગૃહ મંત્રાલયે શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય હોવાની ધમકી આપી છે. અહેમદ અહંગરને UAPA એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ અહેમદ અહંગર ઉર્ફે અબુ ઉસ્માન અલ-કાશ્મીરીને UAPA એક્ટ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. શ્રીનગરનો રહેવાસી અબુ ઉસ્માન હાલમાં અફઘાનિસ્તાનમાં છે અને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટ માટે આતંકવાદીઓની મુખ્ય ભરતી કરનારાઓમાંનો એક છે.શ્રીનગરના નવાકદલમાં 1974માં જન્મેલા અહંગર અલ કાયદા અને અન્ય વૈશ્વિક સંગઠનો સાથે ગાઢ સંબંધો ધરાવે છે. તે હાલમાં ભારતમાં ઈસ્લામિક સ્ટેટ માટે ભરતીનો માર્ગ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે.તે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યો છે