Site icon Revoi.in

પાટણ પંથકમાં લાલ ગાજરનું વિપુલ ઉત્પાદન, ખેડુતોને પુરતા ભાવ ન મળતા અસંતોષ

Social Share

પાટણ: લીલા શાકભાજીના ઉત્પાદન માટે પાટણ જિલ્લો મોખરે છે. જેમાં શિયાળુ સિઝનમાં ગાજરનું સારૂ એવું વાવતેર કરવામાં આવે  છે,  પાટણ પંથકના લાલ ગાજરનું માત્ર ગુજરાતના શહેરોમાં જ નહીં પણ છેક મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે પણ ચાલુ સાલે ગાજર ના ભાવ પોષણ ક્ષમ ના મળતા ખેડતો ની હાલત કફોડી બનવા પામી છે.

ગાજરના વાવેતરમાં મોખરે ગણાતા પાટણ જિલ્લામાં આ વર્ષે  ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે. ગાજરના સારા ઉત્પાદન બાદ પણ સારા ભાવ ના મળતા ખેડૂતોની સમસ્યા વધી છે. રૂની, હાંસાપુર, માતરવાડી સહિતના વિસ્તારોમાં 500 હેકટરમાં ગાજરની ખેતી કરવામાં આવે છે. પાટણના લાલ ગાજર તેની મીઠાસ માટે જાણીતા છે. ગત વર્ષે 20 કિલો ગાજરનો ભાવ 300થી 400 રૂપિયા રહ્યા હતા. પરંતુ આ વર્ષે ગાજરના 20 કિલોના 160થી 170 રૂપિયા જ ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે  માર્કેટ યાર્ડમાં રોજની 1200થી 1300 બોરીની આવક થવા પામી છે. પરંતુ પોષણ ભાવ ના મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ છે. ત્યારે પોષણક્ષમ ભાવ આપવા ખેડૂતો સરકારને રજુઆત કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ પંથકમાં પડી રહેલી ઠંડીની અસર ગાજરના ઉત્પાદન ઉપર પડી છે, ઠંડીમાં ગાજરનું સારૂ ઉત્પાદન મળતું હોવાથી ચાલુ સિઝનમાં સારી ઠંડી પડતા પાટણ પંથકની ઓળખ એવા ગાજરની આવકમાં મબલખ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. જિલ્લાના  રૂની, હાંસાપુર, માતરવાડી,સહિતના વિસ્તારોમાં 500 હેકટરમાં ગાજર ની ખેતી કરવામાં આવે છે.  પાટણના ગાજર  કલરમાં લાલ ઘટ તેમજ ટેસ્ટમાં વધુ મીઠાં અને લાંબા હોવાથી આ ગાજરની વિશેષ માંગ જોવા મળે છે.

ગત વર્ષે 20 કિલો ગાજરનો ભાવ રૂપિયા 300થી 400  ઉપજ્યો હતો.પરંતુ ચાલુ વર્ષે ભાવ માં ઘટાડો નોંધાયો છે અને રૂપિયા 160 થી 170 સુધી ના રહેતા ખર્ચાઓ અને મજૂરીનું વળતર પણ પુરતું મળતુ નથી.પાક તૈયાર થયાં બાદ ગાજર ને જમીનમાંથી બહાર કાઢવા માટે મજૂરો બોલાવવા પડે છે જેની મજૂરી પણ મોંઘવારી ને કારણે વધવા પામી છે પણ જયારે માર્કેટ યાર્ડમાં ગાજર નો માલ વેચાણ માટે મુક્યો તો ગત વર્ષ કરતા પણ ખુબજ નીચા ભાવ મળી રહ્યા છે જેમાં ખર્ચા કાઢવા પણ મુશ્કેલ છે. માર્કેટ યાર્ડમાં રોજની 1200 થી 1300 બોરીની આવક થવા પામી છે. પાટણના ગાજર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તેમજ મુંબઈ સુધીના માર્કેટમાં માંગ રહે છે, પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ભાવમાં ઘટાડો રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.