Site icon Revoi.in

વર્ષ 2022-23 માટેનું શૈક્ષણિક કેલેન્ડર, ધો.10 અને 12ની પરીક્ષા 14મી માર્ચથી લેવાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2022-23નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ, જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31મી માર્ચે આ પરીક્ષાઓ પૂર્ણ થશે.આ સિવાય વર્ષ દરમિયાન 80 જેટલી રજાઓ પણ રહેશે. જ્યારે ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ 10 એપ્રિલ 2023 થી 21 એપ્રિલ 2023 સુધી યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2022-23નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળાઓની વાર્ષિક પરીક્ષા પણ 10 એપ્રિલે શરૂ થશે અને 21 એપ્રિલ સુધી ચાલશે. 5 જૂન 2023થી નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થશે. ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં કોઈ પણ ઘટાડો કરવામાં આવશે નહીં. સ્કૂલોમાં લેવાતી પરીક્ષા વર્ષ 2019-20માં અમલી કરાયેલી પદ્ધતિ મુજબ લેવામાં આવશે. સ્કૂલ કક્ષાએ લેવાતી ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર 2022 સુધી યોજાશે. દ્વિતિય પરીક્ષા 27 જાન્યુઆરી 2023 થી 4 ફેબ્રુઆરી 2023 સુધી યોજાશે. જ્યારે વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલથી 21 એપ્રિલ સુધી યોજશે.

વર્ષ 2022-23 માટે શાળાકીય પ્રવૃતિના કેલેન્ડર મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023 થી શરૂ થશે ઇવે 31 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે, જ્યારે ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ 10 એપ્રિલ 2023 થી 21 એપ્રિલ 2023 સુધી યોજાશે. રાજ્યમાં પ્રથમ સત્રમાં 104 અને બીજા સત્રમાં 137 એમ કુલ 241 દિવસનું શૈક્ષણિક વર્ષ રહેશે. વર્ષ 2023 – 24 નું નવું શૈક્ષણિક વર્ષ 5 જૂન 2023 થી શરૂ કરાશે. 20 ઓકટોબરથી 9 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 35 દિવસનું ઉનાળુ વેકેશન 1 મે 2023 થી 4 જૂન 2023 સુધી રહેશે. (file photo)