- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સત્ર શરૂ
- વિધાર્થીઓને કોરોના રસીના ભણાવાયા પાઠ
- અધ્યાપકો વિદ્યાર્થીઓને રસી લેવા માટે પ્રેરશે
રાજકોટના ગ્રામણી વિસ્તારમાં રસીકરણ વધારવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું છે..જેમાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિધાર્થીઓને કોરોના રસીના પાઠ ભણાવવામાં આવ્યા હતા..સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનો અને કોલેજોમાં અધ્યાપકો વિદ્યાર્થીઓને રસી લેવા માટે પ્રેરશે..આ ઉપરાંત વિધાર્થીઓ પરિવારજનો અને આડોશી-પાડોશીને પણ રસી લેવા સમજાવશે..અને જે ગ્રામીણ વિસ્તારમાં રસી અંગે રહેલી ખોટી માન્યતા દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિધાર્થીઓ તે લોકોને મદદરૂપ પણ થશે..