- રસીકરણના કાર્યમાં વેગ
- 1.2 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી
દિલ્હી -દેશના રાજ્યો મહારાષ્ટ્ર અને પંજાબ તથા કેટલાક બીજા રાજ્યોમાં કોરોનાનો કહેર ફરીથી ર્તાી રહ્યો છે, આ સમગ્ર મામલે સરકારની ચિંતા વધી રહી છે ત્યારે રસીકરણ અભિયાનની ગતિમાં વેગ આપવામાં આવી રહ્યો છએ, જેથી કરીને વધુને વધુ લોકોને વેક્સિન અપાઈ અને કોરોનાના ખતરા સામે લડવાની ક્ષમતા મળી રહે.
પરંતુ કેસ વધતા જ કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ પણ વધી રહી છે.હવે સરકાર વેક્સીનેશન અભિયાન ને ઝડપી બનાવવાની દિશામાં સખ્ત પગલા ભરી રહી છે. દેશમાં રજિસ્ટર્ડ 42 ટકા ફ્રંટલાઈ વર્કર્સને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે, આ સાથે જ 2જી ફેબ્રુઆરી પછી દેશના 9 રાજ્યોમાં 60 ટકાથી પણ વધુ ફ્રંટલાઈન કામદારોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છએ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી પ્રમાણે આ સાથે જ પહેલો ડોઝ લીધેલા લોકોમાંથી 63 ટકા લોકોને વિતેલા દિવસના રોજ વેક્સિનનો બીજા ડોઝ આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં જાન્યુઆરી મહિનાની 16 તારીખથી ઐતિહાસિક રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, તો બીજી તરફ વિતેલા દિવસને મંગળવારની સાંજ સુધીમાં 1.2 કરોડ હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર્સને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે. 64.7 લાખ હેલ્થકેર અને 41.1 લાખ ફ્રંટલાઈન વર્કર્સને કોરોનાનો પહેલો ડોઝ આપવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.આ સાથે જ બીજી તરફ અંદાજે 13.2 લાખ હેલ્થવર્કર્સને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાની તજવીજ હાથ ધરાઈ છે.
દેશના રાજ્યો હિમાચલ પ્રદેશ, લદ્દાખ, તેલંગાણા, ગુજરાત અને ત્રિપુરામાં 75 ટકાથી પણ વધારે હેલ્થવર્કર્સને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.આમ વધતા કોરોનાના કેસને લઈને સરકારે રસીકરણ અભિયાનને વેગ આપ્યો છે.
સાહિન-