- કોરોના સામે વેક્સિનેશનની પ્રકિયામાં વેગ
- 115 કરોડને પાર વેક્સિનેશનનો આંકડો
- 38.96 કરોડથી પણ વધુ લોકોના બન્ને ડોઝ પુરા
દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે.કોરોનાની સામે વેક્સિન મોટૂ હથિયાર બનીને ઊભરી આવી છે જેને લઈને કેન્દ્ર સરકારે જાન્યુઆરીની 16 તારીખથી જ વેક્સિનેશનના કાર્યક્રમની શરુઆત કરી અને દિવસેને દિવસે તેને ઝડપી બનાવવાના કાર્યો હાથ ધર્યા જેનું આજે આપણે પરિણામ જોઈ શકીએ છે કે દેશમાં મોટા ભાગના લોકોનું રસીકરણ કરવામાં આવી ચૂક્યું છે.
કોરોના વાયરસ મહામારી સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આજરોજ ગુરુવારે દેશમાં રસીકરણનો આંકડો 115 કરોડને પાર કરી ગયો છે. કોવિન પોર્ટલે આપેલી માહિતી પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 115 કરોડ સાત લાખ 92 હજાર 670 ડોઝ એન્ટી-કોરોના રસી આપવામાં આવી છે.
આ સાથે જ દેશભરમાં અત્યાર સુધીમાં 76 કરોડ 11 લાખ 67 હજાર 300 રસીના પ્રથમ ડોઝ આપવામાં આલવી ચૂક્યા છે તો સાથે જ અને 38 કરોડ 96 લાખ 25 હજાર 370 લોકોને બીજા ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 97,633 કેન્દ્રો પર રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. રસીકરણ માટે અત્યાર સુધીમાં કુલ 82 કરોડ 42 લાખ 43 હજાર 665 નોંધણી કરવામાં આવી છે.