Site icon Revoi.in

ગાંધીનગરના પુન્દ્રસણ-વાવોલ રોડ પર બે રિક્ષા વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

Social Share

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પુન્દ્રાસણા-વાવોલ રોડ પર બે રિક્ષાઓ વચ્ચે સર્જાયો હતો, પુન્દ્રાસણ વાવોલ રોડ પર રિક્ષાચાલકે પોતાની રિક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફોરવ્હીલનો ઓવર ટેક કરવા જતા અન્ય એક રિક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ મહિલાનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઓછી ઈજાઓ થઈ હતી. આ અકસ્માતના બનાવમાં પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અકસ્માતના બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના પિયજ ગામમાં રહેતા ચંદુભાઇ મંગળદાસ પરમાર રિક્ષા ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રિક્ષાચાલક ચંદુભાઈ તેમના મિત્ર અજયકુમાર મણીલાલ પરમાર સાથે રિક્ષા લઈ ગાંધીનગર સહયોગ સંકુલ કામ અર્થે જવા નિકળ્યા હતા. અને પુન્દ્રાસણથી વાવોલ તરફ આવી રહ્યા હતા. ત્યારે આશરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે પુન્દ્રાસણથી વાવોલ જતા ઇટોના ભઠ્ઠા પાસે પહોચતા સામેથી એક ફોર વ્હીલ કાર વાવોલ તરફથી આવતી હતી. તે દરમિયાન તેની પાછળ એક ઓટોરિક્ષાના ચાલકે પોતાની રિક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે કારને ઓવર ટેક કરી ચંદુભાઈની રિક્ષાના આગળના ભાગે ટક્કર મારી હતી. જેથી તેમની રિક્ષા રોડની સાઇડમાં આવેલી ઝાડીઓમાં ઘુસી ગઈ હતી.

આ અકસ્માત થતા તેમની રિક્ષાનો આગળનો કાચ ટુટી ચંદુભાઈનાં મોઢા ઉપર તેમજ હાથના ભાગે વાગ્યો હતો. જ્યારે રિક્ષામા પાછળ બેઠેલા તેમના મિત્ર અજય રિક્ષાની બહાર ફેકાઇને રોડ ઉપર પડતા ડાબા હાથે ઈજા થઈ હતી. જ્યારે અકસ્માત સર્જનાર રિક્ષા પણ ઝાડીમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જે રિક્ષાનાં ડ્રાઈવર અને પાછળ બેઠેલી મહિલાને પણ ઈજા થઈ હતી. બાદમાં તમામ ઈજાગ્રસ્તોને સિવિલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#RickshawAccident #GandhinagarAccident #RoadSafety #PundrasanVavolRoad #FatalCrash #AutoRickshawCollision #TrafficIncident #PathapurPolice #EmergencyResponse #RoadAccidentInvestigation