અમદાવાદઃ ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન શહેરના નરોડા સહિત આઠ વિસ્તારમાં પાંચ વર્ષમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થતા ટ્રાફિક વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. તેમજ આ આઠ વિસ્તારમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નરોડા, સરખેજ, એસ.જી.હાઈવે. એસ.પી. રોડ, જેતલપુર, નારોલ, ઓઢવ અને રામોલ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન માર્ગ અકસ્માતોના બનાવોને લઈને શહેરના 32 જેટલા બ્લેક સ્પોટ ટ્રાફિક વિભાગ જાહેર કર્યા છે. બ્લેક સ્પોટમાં વધારો ન થાય તે માટે અલગ અલગ એજન્સીઓ રિર્ચસ કરી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે કોર્પોરેશન અને આરટીઓના અધિકારીઓ સાથે મીટીંગ કરીને જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. શહેરમાં જરૂર હોય ત્યાં સ્પીડબ્રેકર મુકવાની કામગીરી, વાહન ચાલકનું વિઝન કપાતુ હોય તેવા સ્થળોએ દબામ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સંભવિત અકસ્માત સ્થળો એવા બ્લેક સ્પોટમાં વધારો થઇ રહ્યો હોય તે એક ચિંતાનો વિષય બન્યો છે.