Site icon Revoi.in

અંબાજીમાં અકસ્માત,બસ પલટી જતા યાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Social Share

મહેસાણા: અંબાજી દર્શન માટે યાત્રીઓથી ભરેલી બસને હડાદ રોડ નજીક અકસ્માત નડ્યો, આ ઘટનામાં બસ પલટી મારી ગઈ હતી. જાણકારી અનુસાર બસમાં સવાર 40 મુસાફરો હતા. જેમાંથી 35થી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજી ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રથમ તબક્કે બસની બ્રેક ફેલ થતાં આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે બસ પલટી જતા ઉપરનું છજું તૂટી પડ્યું હતું. બસમાં 40 લોકો સવારે હતા અને અકસ્માત સર્જાતા મોટાભાગના લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ વાહનોમાં ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 108ની મદદથી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમુક ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા. સદનસીબે અકસ્માતમાં હજી સુધી કોઈ પણ જાનહાનિની ખબર આવી નથી.

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર જતો રસ્તો થોડો જોખમી છે અને પહાડી રસ્તો છે. આ રસ્તા પર વાહન ચલાવતા પહેલા વાહનને તમામ પ્રકારે ચેક કરવુ પણ જરૂરી હોય છે અને અનુભવી ડ્રાઈવરો જ આ રસ્તા પર વાહન ચલાવતા હોય છે.