‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવનું અકસ્માત,પહોંચી ગંભીર ઇજા
- ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવનું અકસ્માત
- માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો
- એસપી અને કલેક્ટર પહોંચ્યા હોસ્પિટલ
મુંબઈ:બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહ સાથે ‘બચપન કા પ્યાર’ ગીત ગાઈને રાતોરાત હેડલાઈન્સ બનાવનાર નાનો બાળક સહદેવ દીરડો રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે અને આ સમયે તેની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. આ સમયે સહદેવના પરિવારના સભ્યો તેમની સાથે છે. સુકમા જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પછી, તેને વધુ સારવાર માટે જગદલપુર રીફર કરવામાં આવ્યો છે.
રેપર બાદશાહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સહદેવ વિશે એક પોસ્ટ શેર કરી છે. રેપરે કહ્યું, “સહદેવને માર્ગ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ છે અને તે તેના ઘરથી 100 કિમી દૂર હોસ્પિટલના રસ્તામાં બેહોશ થઈ ગયો છે. તેણે કહ્યું કે તે પરિવારના સંપર્કમાં છે. હું તેના માટે છું. તમારી પ્રાર્થનાની જરૂર છે.”
સુકમા જિલ્લાના કલેક્ટર વિનીત નંદનવાર અને એસપી સુનીલ શર્મા પણ સહદેવની સ્થિતિની જાણકારી મળતા જ તેની સ્થિતિ જાણવા માટે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. સહદેવ વિશે એવી જાણકારી સામે આવી રહી છે કે,સહદેવ સુકમા જિલ્લા મુખ્યાલયમાં પોતાની કોઈ ઓળખીતા સાથે બાઇક પર બેસીને ક્યાંક જઈ રહ્યો હતો.ત્યારપછી જિલ્લાના શબરી નગરમાં તેની બાઈક પર કાબુ ગુમાવી દેતાં તે અથડાઈ હતી. જેમાં સહદેવ ગંભીર રીતે ઘાયલ થયો છે.