Site icon Revoi.in

મહુવામાં નેશનલ હાઈવેના છેલ્લા 8 વર્ષથી અધૂરા કામને લીધે અકસ્માતોમાં થયો વધારો

Social Share

મહુવાઃ રાજ્યમાં ભાવનગર-મહુવા, સોમનાથ સુધીના કોસ્ટલ હાઈવેનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. ભાવનગર-મહુવા-સોમનાથ એન.એચ.-51ના 256 કી.મી. 4 માર્ગીય નેશનલ હાઈવેનું કામ શરૂ કરવામાં આવ્યુ ત્યારે 33 માસમાં 4 લેનની કામગીરી પૂર્ણ થઇ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 7-8 વર્ષ પછી પણ આ રોડની કામગીરી પૂર્ણ થઇ નથી. આ રોડની કામગીરી હાલ ધીમીગતિએ થઇ રહી છે. આ રોડ ઉપર અત્યાર સુધીમાં અકસ્માતમાં 8 થી 9 મૃત્યુ થયા છે. તાજેતરમાં ઉમણીયાવદરના પાટીયા પાસે ઢાળમાં એક ટ્રક ચાલકે એક્ટીવાને અડફેટમાં લેતા બે માસુમ બાળાના મૃત્યુ થયા હતા. રોડ પર માટી-કપચીના ઠગલાં તેમજ બન્ને રોડ સાઈડ પર મોટા ખાંડાને લીધે અકસ્માતો વધી રહ્યા છે. આઠ વર્ષેય રોડનું કામ પુરૂ થયુ નથી. અને ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર મહુવા બાયપાસ રોડ વડલીથી સેન્ટ થોમસ સ્કુલ સુધીનો રોડ અકસ્માત ઝોન બની રહ્યો છે. આ રોડ ઉપર અત્યાર સુધીમાં અકસ્માતમાં 8 થી 9 મૃત્યુ થયા છે. તાજેતરમાં ઉમણીયાવદરના પાટીયા પાસે ઢાળમાં એક ટ્રક ચાલકે એક્ટીવાને અડફેટમાં લેતા બે માસુમ બાળાના મૃત્યુ થયા હતા. હજુ આ રોડ પુર્ણ થતા કેટલા લોકોનો ભોગ લેશે.તે કહેવું મુશ્કેલ છે. રોડ અકસ્માતો વધી રહ્યાં હોવા છતા તંત્રના પેટનું પાણી હાલતુ નથી. ગોકળગાયની ગતિએ બની રહેલા હાઇવે રોડના લીધે વારંવાર ગોઝારા અકસ્માત સર્જાય રહ્યા છે. ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોસ્ટલ હાઈવે પર મહુવા – તળાજા – અલંગ – પીપાવાવના ભારે વાહનોનો ટ્રાફિક 5 ગણો વધી જતા આ રોડ ઉપર ખાસ કરીને ભાવનગર- મહુવા રોડ ઉપર ઓથાથી વાંગર, માઢીયા સુધીના રોડ ઉપર વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં બાયપાસ હાઇવે નેસવડ ચોકડી ઉપરના બ્રીજ ઉપર તિરાડ પડતા મુસાફરો, વાહનચાલકોમાં ભય વ્યાપી ગયો હતો. નેશનલ હાઇવે ઉપર મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર હોય છે. જેમાં ભારે વાહનો પણ આવતા જતા હોય છે. ભારે વાહનોની અવર જવરથી બ્રીજ બેસી જાય અથવા તો ધરાશાયી થાય અને કોઇ મોટો અકસ્માત સર્જાય તે પહેલા હાઇવે ઓથોરીટી દ્વારા કામગીરીની યોગ્ય તપાસ કરી બ્રીજને વ્યવસ્થિત કરવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે.