Site icon Revoi.in

US માં વૃદ્ધો તેમની આ અવસ્થાની બીમારીમાં પણ નથી જતા હોસ્પિટલ – જાણો શા માટે કરે છે આમ

Social Share

આજકાલ મોંધવારી મોટા પ્રમાણમાં છે, ખાસ કરીને અચાનક આવતા દવાખાનાઓના ખર્ચ દરેક પરિવારને પોસાય તેવા હોતા નથી,જેના કારણે ઘણા લોકો નાની મોટી બીમારીઓને અવોઈડ કરે છે ત્યારે આ બબાતે સૌથી મોખરે વૃદ્ધો જોવા મળે છે અક સંશોધન પ્રમાણે તેઓ હોસ્પિટલના ખર્ચાને ટાળવા માટે દવા લેવા જતા નથી.આ વાત થઈ રહી છે અમેરિકાની જ્યાં લોકો ખર્ચ બચાવવા માટે દવાખાના ધક્કા પણ ખાવાનું ટાળી રહ્યા છે.

અમેરિકન જર્નલ ઓફ મેનેજ્ડ કેરમાં પ્રકાશિત એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, 22 ટકા વૃદ્ધો મેડિકલ ઇમર્જન્સીની સ્થિતિમાં ખર્ચ બચાવવા માટે હોસ્પિટલ જવા માટે ખચકાય છે.વૃદ્ધો સારવાર કરવાને બદલે ઘર પર રહેવાનું વધારે પસંદ કરે છે.તેઓ અવનવા નુસ્ખાઓ પોતાની બીમારીમાં અજમાવતા હોય છે.

આ સંશોધના જાણવા મળ્યું છે કે  50 અને 60 ના દાયકામાં લોકો મહિલાઓ અને જેમની પાસે આરોગ્ય વીમો નથી અથવા જેમનો પગાર 30,000 ડોલરથી ઓછો છે, તેઓ સારવારના ઊંચા ખર્ચને કારણે પણ હોસ્પિટલ નથી જઇ રહ્યા. જેમને મેડિકલ ઇમર્જન્સી ન હતી તેઓ પણ ખર્ચા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

આ સાથે જ હેલ્થ ઈન્શ્યોરન્સ લીધા બાદ પણ કેટલાક લોકોને ઈન્સ્યોરન્સ ઇમર્જન્સી સર્વિસ કવર વિશે ખબર નથી હોતી.તે પણ એક કારણ છે ત્યાર બાદ કોરોના બાદ અનેક લોકોને શારીરિક તકલીફ છે છંત્તા તેઓ પૈસા ખર્ચ ન કરવા પડે તેથી હોસ્પિટલ જવાનું ટાળઈ રહ્યા છે.