Site icon Revoi.in

આર્થિક નિષ્ણાતોના મતે રિઝર્વ બેન્ક આ વખતે પણ રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં કરે

Social Share

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક ગઇકાલે શરૂ થઈ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠક આવતીકાલે સમાપ્ત થશે. આર્થિક નિષ્ણાતોના મતે રિઝર્વ બેન્ક આ વખતે પણ રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં કરે.

જોકે, ડિસેમ્બરમાં યોજાનારી એમપીસીની બેઠકમાં કેટલીક છૂટછાટનો અવકાશ છે.” મોનેટરી પોલિસી કમિટીમાં નાગેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. રિઝર્વ બેંકના એમપીસીમાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસ સહિત છ સભ્યો, ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રા અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ રંજનો સમાવેશ થાય છે.