- સાંજની પૂજામાં તૂલસીના પાન તોડવા ન જોઈએ
- સાંજે સમયસર કરવી જોઈએ પૂજા
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. ભક્તો સવાર-સાંજ ઘરના મંદિરે દિવો પ્રગટાવીને પૂજા અર્ચવના કરતા હોય છે અને ભગવાન આગળ આગળ માથું ચેકાવીને પોતાની મનોકામના પૂર્મ થવાની પ્રાર્થના કરતા હોય છે. પરંતુ, માન્યતા પ્રમાણે, સવારે અને સાંજે પૂજા કરવામાં ઘણા તફાવત છે. સવારે જ્યાં પૂજા માટે ઘણો સમય હોય છે ત્યાં સાંજનો સમય ભાગતો હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં રાત્રે પહેલા પૂજા કરવી વધુ જરૂરી બની જાય છે. તેથી, હિન્દુ શાસ્ત્રોમાં કેટલાક નિયમોનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
જો તમે સાંજે પૂજા કરો છો તો આ બબાતોનું ખાસ રાખો ધ્યાન
હિંદુ શાસ્ત્રો અનુસાર જો સાંજે સૂર્યાસ્ત પછી પૂજા કરવામાં આવી રહી હોય તો શંખ કે ઘંટડી ન વગાડવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ તે સમય છે જ્યારે દેવી-દેવતાઓ સૂઈ જાય છે, જેના કારણે શંખ અથવા ઘંટડી તેમના આરામમાં ખલેલ પહોંચાડે છે. એટલા માટે સૂર્યાસ્ત પહેલા શંખ કે ઘંટડી વગાડવી યોગ્ય માનવામાં આવે છે પરંતુ સૂર્યાસ્ત પછી નહીં.
શાસ્ત્રોમાં સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. કોઈ પણ દેવી-દેવતાની પૂજા કરવાની હોય,માન્યતા અનુસાર સૂર્યદેવનું સ્મરણ અવશ્ય કરવામાં આવે છે. પરંતુ, શાસ્ત્રો અનુસાર, સૂર્યાસ્ત પછી કોઈપણ દેવતાની પૂજા કરવામાં આવતી હોય, સૂર્ય ભગવાનનું આહ્વાન ન કરવું જોઈએ. તેને વર્જિત માનવામાં આવે છે.
સાંજની પૂજામાં સૂર્યાસ્ત પછી ફૂલો અથવા પાંદડા તોડવાની બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી તુલસીના પાન ન તોડવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા અનુસાર, ભગવાન વિષ્ણુ આનાથી ક્રોધિત થઈ શકે છે.
પૂજા વચ્ચે વચ્ચે રોકવી એ સારું નથી માનવામાં આવતું. પ્રયાસ કરવામાં આવે છે કે સાંજના સમયે પણ એકાગ્રતાથી જ પૂજા કરવી જોઈએ.તમે ઈચ્છો તો સાંજે ઘૂપ કે અગરબત્તી ચોક્કસ કરી શકો છો.